Tuesday, December 7, 2021
Homeરાજકોટ વોર્ડ નં.13ની પેટાચૂંટણી, ભાજપના ઉમેદવારે ખેસ પહેરી મતદાન કર્યું
Array

રાજકોટ વોર્ડ નં.13ની પેટાચૂંટણી, ભાજપના ઉમેદવારે ખેસ પહેરી મતદાન કર્યું

રાજકોટ: રાજકોટ વોર્ડ નં.13ની પેટાચૂંટણીનું આજે મતદાન છે. સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ ના ઉમેદવાર નીતિન રામાણીએ ભાજપનો ખેસ પહેરી મતદાન કર્યું હતું. આચારસંહિતાનો પણ ભંગ થયો હતો. જેમાં મતદાન મથકના 200 મીટરની અંદર ભાજપના બોર્ડ અને બેનરો લાગેલા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી ભાજપમાં ભળ્યા હતા

પેટા ચૂંટણીમાં છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવાર નરસી પાટોડીયાએ ફોર્મ પરત ખેંચી ભાજપમાં ભળ્યા હતા. આથી ભાજપના ઉમેદવાર નીતિન રામાણી અને અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલા વચ્ચે સીધો જંગ છે. 50 મતદાન મથક પર 55820 મતદારો  દ્વારા મતદાન થઇ રહ્યું છે. 29 જાન્યુઆરીએ મતગણતરી થશે.

કોંગ્રેસે અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કર્યો

ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થશે તેવો અમને વિશ્વાસ છે. ભાજપ હંમેશા વિકાસને લઇને મત માંગતું રહ્યું છે. કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, અમે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને ટેકો જાહેર કર્યો છે. મતદારો તેને જ મત આપી વિજય બનાવશે તેવો અમને વિશ્વાસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments