Sunday, September 19, 2021
Homeરાજકોટ : વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે મરતા પહેલા પત્નીને વોઈસ મેસેજ કર્યો, 'મને...
Array

રાજકોટ : વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે મરતા પહેલા પત્નીને વોઈસ મેસેજ કર્યો, ‘મને દવા પીવડાવી મર્ડર કર્યુ છે’

રાજકોટ:નાના મવા રોડ પર રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે મોબાઈલકની દુકાન ધરાવતાં તુષારભાઈ પટેલનું આજે રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. મૃતક તુષારભાઈએ પત્નીને વોટ્સએપમાં વોઈસ મેસેજસ મોકલીને કહ્યું હતું કે ‘મારે જેની સાથે પૈસાની લેતીદેતી છે તેણે મને દવા પાઈ દીધી છે અને મારૂ મર્ડર કરેલું છે.’ જેથી પત્નીએ તાત્કાલીક પરિવારજનોને જાણ કરી હતી અને તપાસ કરતાં તુષાર રાત્રે 1 વાગ્યા આસપાસ ઘર નજીકના પ્લોટમાંથી ઝેર પીધેલી હાલતમાં મળતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબિબે તેને મૃત જાહેર કર્યો હતો.

તુષારભાઈની 12 વર્ષની દિકરી હેતએ રાત્રીના પપ્પા સાથે ત્રણ અજાણ્યા શખ્સો વાતો કરતાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે. લેણદારોના ત્રાસથી તુષારભાઇએ જાતે દવા પીધી કે પછી તેને બળજબરીથી દવા પાઇ મોતને ઘાટ ઉતારાયા? આ રહસ્ય ઉકેલવા પોલીસે તપાસ શરૂ થઇ છે. .

તુષારભાઇનાં પત્નિ કવિતાબેને પોલીસને જણાવ્યું હતું કે રાત્રીના પોતાના ફોનમાં મેસેજ આવતાં તે ચેક કરતાં પતિ તુષારનો વોઇસ મેસેજ હતો જેથી ડાઉનલોડ કરીને સાંભળતા તેણે ‘મારે જેની સાથે પૈસાની લેતીદેતી છે તેણે મને દવા પાઇ દીધી, મારું મર્ડર કરેલ છે’ તેવું કથન કર્યું હતું. જેથી પોતે ગભરાઇ ગયેલા અને તરત જ ઘરમાં તપાસ કરતાં પતિ જોવા ન મળતાં આસપાસના લોકોને જાણ કરી હતી અને તેની શોધખોળ કરતાં તે નજીકના પ્લોટમાંથી દવા પીધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. તુષારભાઇ પટેલને કોની સાથે કેટલા પૈસાની લેતીદેતી હતી? કોઇ શખ્સો વ્યાજ બાબતે ધાકધમકી આપતાં હતાં કે કેમ? બળજબરીથી દવા પીવડાવવામાં આવી છે તો કોણે પીવડાવી છે? તે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments