Wednesday, September 22, 2021
Homeરાજકોટ : સિવિલ હોસ્પિટલમાંથી બે મહિલા સહિત સાત નકલી પત્રકારો ઝડપાયા
Array

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાંથી બે મહિલા સહિત સાત નકલી પત્રકારો ઝડપાયા

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાંથી થોડા દિવસો પહેલા નકલી નર્સ ઝડપાઇ હતી. ત્યારે આજે સિક્યુરીટી ઇન્ચાર્જ ગિરીરાજસિંહ રાઠોડ અને તેની ટીમે હોસ્પિટલમાં ગમે ત્યાં જઇ વીડિયો શુટીંગ કરી સ્ટાફ અને મહિલા સિક્યુરીટી ગાર્ડ સાથે રોફ જમાવનાર કહેવાતા નકલી રિપોર્ટર અને કેમેરામેન સહિત સાતની ટોળકીને ઝડપી લીધી છે. જેમાં બે મહિલા પણ સામેલ છે. આ તમામને પોલીસને સોંપવામાં આવ્યા છે. ટ્રોમા સેન્ટરમાં કેમેરા ફેરવી શુટીંગ કરી રહેલા એક વ્યક્તિને મહિલા સિક્યુરીટી ગાર્ડ દક્ષાબેને અટકાવીને શા માટે શુટીંગ કરો છો? તેવું પૂછતાં શખ્સે પોતે રિપોર્ટર હોવાનું કહી દક્ષાબેનને તુંકારો બોલાવતા માથાકૂટ થઇ હતી. બાદમાં મામલો સિક્યુરીટી ઇન્ચાર્જએ સંભાળી આ કહેવાતા રિપોર્ટરને હોસ્પિટલમાંથી જ શોધી કાઢતાં જોતજોતામાં તેની સાથેના બીજા ચાર શખ્સો અને બે મહિલાઓ પણ આવી ગયા હતાં અને પોતે જુદી-જુદી ચેનલમાં હોવાની વાતો કરી હતી. પરંતુ કોઇ પાસે આઇકાર્ડ ન હોઇ ખરાઇ કરતાં તમામ હેબતાઇ હતાં અને અંતે આ તમામને પોલીસને સોંપવામાં આવ્યા છે.

જાવીદભાઈ ઇબ્રાહિમભાઈ ગુર્જર, પરમાર ઇન્દ્રજીત રવજીભાઈ, મિતલબેન રાઠોડ, અલતાફભાઈ નાનુભાઈ ભટ્ટી, રોહિત મનહરલાલ સહિત સાતની ધરપકડ કરાઇ છે.આ શખ્સો પાસે અલગ-અલગ ચેનલના બૂમ પણ હોય ઇન્ચાર્જએ રાજકોટના મીડિયાને જાણ કરી આ વ્યક્તિઓ ખરેખર કોઇ ચેનલ કે અખબાર સાથે જોડાયેલા છે કે કેમ? તેની ખરાઇ કરાવવા તજવીજ કરતાં સાત પૈકીના કોઇપણ કોઇ જાણીતી ચેનલ કે અખબાર સાથે સંકળાયેલા નહીં હોવાનું જણાતાં અને હોસ્પિટલમાં શા માટે શુટીંગ કરવા આવ્યા? તેનો પણ કોઇ સ્પષ્ટ ખુલાસો કરી ન શકતાં અંતે પોલીસને જાણ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસે હોસ્પિટલે પહોંચી તમામને પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી છે. આ ટોળકી પાસે ત્રણ જુદી જુદી ચેનલ કે જેના નામ પણ કોઇએ લગભગ સાંભળ્યા ન હોય તેવા બૂમ મળી આવ્યા છે. કોઇ પાસે આધારકાર્ડ પણ મળ્યા નથી. આ ટોળકીએ રિપોર્ટર અને કેમેરામેનના નામે કોઇ કૌભાંડો તો નથી કર્યા ને? તે અંગે તપાસ થઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments