રાજકોટ, સુરતથી લઈ નાના શહેરોમાં પબજી ગેમ પર પ્રતિબંધ, અમદાવાદમાં છૂટ

0
114

અમદાવાદ: બાળકો અને યુવાનોના માનસ પર પણ હિંસક અસર કરનારી પબજી ગેમ પર રાજકોટ, સુરત, ભાવનગર અને નર્મદા સહિતના શહેરમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં બાળકો અને યુવાનોને પોલીસ અને વહીવટી તંત્રએ પબજી ગેમ રમવા માટે હજી સુધી છૂટ આપી છે. નાના શહેરોની અંદર ગેમ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ અમદાવાદમાં હજી સુધી ગેમ પર પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. જેથી અમદાવાદ જેવા શહેરમાં પબજી ગેમ રમતા યુવાધન માટે અમદાવાદ પોલીસ અથવા તો વહીવટી તંત્ર ગંભીર નથી.

રાજકોટ અને સૂરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધે છે. ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. જેને ધ્યાનમાં રાખી રાજકોટ પોલીસ કમિશનર  અને સુરત પોલીસ કમિશનર દ્વારા બાળકોના હિતમાં ગેમ પર પ્રતિબંધ મૂકયો છે. પબજી ગેમ રમતા જો કોઈ પકડાશે તો પોલીસને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં કડક સૂચના આપવામાં આવી છે.
ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રતિબંધ મૂક્યો
પબજી ગેમના કારણે રાજ્યનું યુવાધન પોતાનો કિંમતી સમય ઓનલાઈન ગેમ રમવામાં વેડફી રહયું છે. ઉપરાંત તેમના પર વિપરીત અસરને લઈ નાના શહેરોના વહીવટી તંત્રએ પણ પબજી ગેમ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ભરૂચ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે કે જો કોઈ વ્યક્તિ પબજી ગેમ રમતા ઝડપાશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ગેમ રમવાથી માનસિક બીમારીનો શિકાર ચોક્કસ થવાય

સાયકોલોજીસ્ટ ડો. પ્રશાંત ભીમાણીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પબજી ગેમના કારણે બાળકો અમે યુવાનોમાં લાંબાગાળે ચીડિયાપણું અને એકલતા આવી શકે છે. તે પોતે ચોક્કસ ડિપ્રેશનમાં આવી શકે છે. આક્રત્મક વૃત્તિના કારણે ગેમ રમનારના મગજના ચોક્કસ કેન્દ્રોને અસર કરે છે જેથી તેઓ એડીક્ટિવ પણ થઈ જાય છે. આવી હિંસાત્મક ગેમોને પ્રમોટ ન કરવી જોઈએ અને તેના પર ચોક્કસ પ્રતિબંધ મુકાવવો જોઈએ.

પબજી ગેમની ગંભીર અસરો

ગુસ્સો વધારે આવે

સ્વભાવ ચીડિયો બની જવો

ગેમરની મેમરી ઓછી થવી

આંખ ભારે લાગવી

વેપાર ધંધામાં અસર

ડ્રિપ્રેશનમાં આવી જવું

સેક્સ લાઈફ ખરાબ થવી

આંખને લગતી બીમારીઓની શકયતા

અનિંદ્રાના રોગો થવાની પણ શકયતા

પબજી ગેમથી ચોંકાવનારી ઘટનાઓ આવી સામે

દિલ્હીના વસંતપુરમાં પબજી ગેમ રમવાની ના પાડનારા માતા- પિતાને પુત્રએ ઉતાર્યો મોતને ઘાટઆ ઓનલાઈન ગેમ માનસિક બીમારી, હત્યા, છુટાછેડા સુધી પહોંચ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here