Monday, October 18, 2021
Homeરાજકોટ : સ્માર્ટ સિટીના રૂ.900 કરોડના પ્રોજેક્ટના ટેન્ડર પ્રસિધ્ધ કર્યા
Array

રાજકોટ : સ્માર્ટ સિટીના રૂ.900 કરોડના પ્રોજેક્ટના ટેન્ડર પ્રસિધ્ધ કર્યા

રાજકોટ: સ્માર્ટ સિટી એડવાઈઝરી કમિટીની શુક્રવારે બેઠક મળી હતી. જેમાં મેયર સહિતના પદાધિકારીઓ સમક્ષ મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્માર્ટ સિટી હેઠળ ચાલતી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. સ્માર્ટ સિટી હેઠળ કામગીરી માટે 900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે જે હાલ ટેન્ડર પ્રક્રિયામાં છે.

સ્માર્ટ અને ડિજિટલ બનાવવા માટેના પ્લાનિંગ પ્રોજેક્ટનો સમાવેશ
સ્માર્ટ સિટી એડવાઇઝરી કમિટીની બેઠકમાં મ્ યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા એરિયા બેઇઝડ ડેવલપમેન્ટ અને પાન સિટી (સમગ્ર શહેરને આવરી લેતા) ડેવલપમેન્ટ હેઠળ રાજકોટ શહેરને સ્માર્ટ અને ડિજિટલ બનાવવા માટેના પ્લાનિંગમાં વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અનેક પ્રોજેક્ટો વિચાર વિમર્શ કરવામાં આવ્યો

જેમાં સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, બી.આર.ટી.એસ. પ્લાઝા, આવાસ યોજના, પ્લે ગ્રાઉન્ડ, પબ્લિક લાઇબ્રેરી, સ્માર્ટ સ્કૂલ, બિઝનેસ માટે સ્ટાર્ટઅપ બિલ્ડિંગ, ઓફિસ, એક્ઝિબિશન એરિયા, કોન્ફરન્સ રૂમ, હોટેલ ઉપરાંત સમગ્ર શહેરને આવરી લઇ રહેલા વિવિધ પ્રોજેક્ટમાં ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ પ્રોજેક્ટ, જી.આઇ.એસ. પ્રોજેક્ટ, નવા 50 ઇ-ટોઇલેટ,

ઓટોમેટિક ફેર કલેક્શન, સિસ્ટમ હેઠળ રાજકોટ મિત્ર કાર્ડ, સ્માર્ટ સ્કૂલ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્રોની કનેક્ટિવિટી, 100 સાઇકલ સ્ટેન્ડ, સ્માર્ટ ડસ્ટબિન, ડિજિટલ હાઇ-વે રાજકોટ ઓએફસી પ્રોજેક્ટ, આરોગ્ય મિત્ર પ્રોજેક્ટ, માસ્ટર સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, સુજલામ સુફલામ યોજના હેઠળ લેઇક 2 અને 3 ડેવલપમેન્ટ, મોડેલ આંગણવાડી, સ્માર્ટ પાર્કિંગ, વૂમન હોસ્ટેલ સહિતના પ્રોજેક્ટો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments