Thursday, February 6, 2025
Homeરાજકોટ :12 ટ્રેનોમાં મહિના માટે એક્સ્ટ્રા કોચ: વેરાવળ-ઝાંસી વિશેષ ટ્રેન
Array

રાજકોટ :12 ટ્રેનોમાં મહિના માટે એક્સ્ટ્રા કોચ: વેરાવળ-ઝાંસી વિશેષ ટ્રેન

- Advertisement -

રાજકોટઃ રાજકોટ સ્ટેશન થઈને જતી 6 જોડી એટલે કે 12 ટ્રેનોમાં યાત્રિકોની ભીડને પહોંચી વળવા વધારાના કોચ જોડાશે. પોરબંદર-હાવડા એક્સપ્રેસમાં વધારાનો સેકન્ડ સ્લીપર કોચ પોરબંદરથી 3થી 31 જુલાઈ અને હાવડાથી 5 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી જોડાશે. બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં એક થર્ડ એ.સી કોચ બાંદ્રાથી 2 જુલાઈથી 1 ઓગસ્ટ અને જામનગરથી 3 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી જોડાશે. ઓખા-તુતિકોરીન એક્સપ્રેસમાં એક એક્સ્ટ્રા થર્ડ એ.સી કોચ ઓખાથી 4થી 25 જુલાઈ સુધી અને તુતિકોરીનથી 7થી 28 જુલાઈ સુધી જોડાશે.

10 વધારાના ફેરા શરૂ કરવાનો નિર્ણય
ઓખા-વારાણસી એક્સપ્રેસમાં એક થર્ડ એ.સી કોચ ઓખાથી 4થી 25 જુલાઈ અને વારાણસીથી 6થી 27 જુલાઈ સુધી જોડાશે. ઓખા-જયપુર એક્સપ્રેસમાં એક થર્ડ એ.સી કોચ ઓખાથી 1થી 29 જુલાઈ અને જયપુરથી 2થી 30 જુલાઈ સુધી જોડાશે. પોરબંદર-સાંત્રાગાચી એક્સપ્રેસમાં એક સેકન્ડ સ્લીપર કોચ પોરબંદરથી 5થી 26 જુલાઈ અને સાંત્રાગાચીથી 7થી 28 જુલાઈ સુધી જોડાશે. પ્રવાસીઓની સુવિધા અને ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા દોડાતી રહી વેરાવળ-ઝાંસી વિશેષ ટ્રેનના પરિચાલન સમયગાળાને વધારવા માટે 10 વધારાના ફેરા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેરાવળ-ઝાંસી સાપ્તાહિક વિશેષ ટ્રેન દર શુક્રવારે વેરાવળથી 06.35 કલાકે રવાના થશે અને બીજે દિવસે 18.00 કલાકે ઝાંસી પહોંચશે.

1 જુલાઈથી થશે અમલ
આ ટ્રેન 4 જુલાઇ થી 2 ઓગસ્ટ, 2019 સુધી દોડશે. આ જ પ્રકારે પરત પ્રવાસમાં ઝાંસી -વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન દર બુધવારે ઝાંસીથી 19.30 કલાકે રવાના થશે અને શુક્રવારના રોજ 04.35 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 3 જુલાઇ થી 31 જુલાઈ, 2019 સુધી દોડશે. આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટીયર, સ્લીપર તથા દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ રહેશે. પ્રવાસ દરમિયાન આ ટ્રેન બંને દિશાઓમાં જૂનાગઢ, જેતલસર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ જં., મહેસાણા જં., પાટણ સહિતના સ્ટેશનોં પર થોભશે. ટ્રેન નં. 04188નું બુકિંગ 1 જુલાઈ, 2019 થી તમામ આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular