રાજકોટ : 1405 કરોડના ખર્ચે બનનારા હિરાસર એરપોર્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

0
10

રાજકોટ: રાજકોટથી 27 કિલોમીટર દૂર આવેલા હિરાસર ખાતે રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટને ગુરુવારે કેન્દ્રીય કેબિનેટે પણ મંજૂરી આપી દીધાનું નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના રાજકોટમાં હિરાસર સ્થિત નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ અત્યાધુનિક એરપોર્ટ બનાવવા પાછળ 1405 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હવે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મેળવવા જઈ રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ હવે રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું નિર્માણ થશે.

નવા એરપોર્ટમાં 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો સિંગલ રન-વે બનાવાશે

એક રન-વે અને ટર્મિનલની સુવિધા ઊભી કરાશે

રાજકોટથી 27 કિલોમીટરના અંતરે 1025.5 હેક્ટર જમીન ઉપર નિર્માણ થનાર આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પહેલા તબક્કામાં 1,405 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. પ્રથમ તબક્કામાં એક રન-વે અને ટર્મિનલની સુવિધા ઊભી કરવામાં આવશે. નવું એરપોર્ટ સંભવિત જૂન 2021 સુધીમાં તૈયાર થઇ જશે. નવા એરપોર્ટમાં 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો સિંગલ રન-વે બનાવાશે. નવા એરપોર્ટના કારણે દસ જિલ્લાના ઉદ્યોગોને અકલ્પનીય ફાયદો થનાર છે અને દેશનું સંભવત: સૌથી મોટું કાર્ગો સ્ટેશન નવા એરપોર્ટ ખાતે બનનાર હોય ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

નવા એરપોર્ટમાં આટલી સુવિધા ઉપલબ્ધ થશે

– યાત્રીઓની અવર-જવર ઝડપી બને અને જરૂર પડ્યે ટ્રાફિકના અનુરૂપ થઇ શકે તેવી વ્યવસ્થા હશે
– ટર્મિનલમાં સ્થાનિક ચીજવસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરાશે
– ઊર્જાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવામાં આવશે
– ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિબિંબ ઝીલાય તે પ્રકારનું પ્રતિબિંબ ઊભું કરવામાં આવશે.
– રન-વેને સમાંતર બે ટેક્સી ટ્રેક બનાવાશે.
– હવાઇપટ્ટી, એક્ઝિટ ટેક્સી ટ્રેક, પેસેન્જર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ,
– નેશનલ હાઇવે 8-એથી એરપોર્ટ સુધી પહોંચવા માટે 6 લેન રોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here