Tuesday, September 21, 2021
Homeરાજકોટ : 6 વર્ષની બાળકીએ રૂપાણીને કહ્યું....
Array

રાજકોટ : 6 વર્ષની બાળકીએ રૂપાણીને કહ્યું….

રાજકોટ: શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચેમ્બરના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. 6 વર્ષની આર્ચી વૈષ્ણવે સ્ટેજ પર જઇને મુખ્યમંત્રીની બાજુમાં બેસીને તેની સાથે બિનદાસ્ત વાત કરી હતી.આર્ચીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કહ્યું હતું કે, હું મારા દાદુ,મારી બેસ્ટ ફ્રેન્ડ અને મારા ટીચર દુબઈ જવાના છીએ.અમારી સાથે તમારે,વડાપ્રધાન મોદી અને આનંદીબેન પટેલે પણ આવાવનું છે.બધી તૈયારી કરી લેજો. જેના જવાબમાં મુખ્યમંત્રીએ કીધું હતું કે, હું આવીશ.આપણે બન્ને સાથે મળીને ખૂબ જ ધિંગામસ્તી કરીશું. મુખ્યમંત્રીને આર્ચી સાથે ખૂબ જ મજા આવી હતી.કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી આર્ચી સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાળક બનીને ખૂબ જ વાતો કરી હતી. કાર્યક્રમમાંથી નીકળતા પહેલા મુખ્યમંત્રીએ આર્ચીને એવું પ્રોમિસ પણ આપ્યું હતું કે, મને જ્યારે પણ સમય મળશે ત્યારે હું તારા ઘરે બ્રેક ફાસ્ટ કરવા માટે આવીશ.આ પ્રોમિસથી આર્ચી પણ ખૂબ ખુશ થઈ ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments