રાજકોટ AIIMSને જમીન ફાળવણીમાં ફરી વિલંબ, હવે ઓછી જમીનની જરૂર

0
10

રાજકોટઃ રાજકોટમાં આકાર પામનાર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ને જમીન ફાળવણીમાં હજુ વિલંબ થશે, સરકાર જરૂર મુજબ જમીન ફરી રિસાઈઝ કરી છે. આરોગ્ય વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હવે AIIMS માટે ઓછી જમીનની જરૂર છે. જોકે બાંધકામ માટે અગાઉ નક્કી થયા કરતાં ઓછી જમીન જોઈએ છે.

પહેલા 4 ખેડૂતની જમીન જોઈતી હતી હવે માત્ર એકની જ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના 3 જાન્યુઆરીએ જાહેરાત કરી જણાવ્યા હતું કે કેન્દ્ર સરકાર રાજકોટ AIIMS માટે 1195 કરોડ ફાળવશે, જેનું બાંધકામ  300 એકરમાં થશે.સુત્રોની મળતી માહિતી મુજબ AIIMS માટે 300 એકર નહીં પણ 200 એકર જમીન જોઈએ છે.

જેને કારણે જમીન ફાળવણીમાં વિલંબ થઈ રહ્યો છે. પહેલાં સરકાર 4 ખેડૂતોની જમીન ખરીદવાની હતી હવે માત્ર એક ખેડૂતની જમીન ખરીદવાની વાત છે. અગાઉ પ્રાઈવેટ પ્લોટની ફાળવણીના કારણે વિલંબ થયો હતો હવે ઓછી જમીન લેવા મુદ્દે વિલંબ થઈ રહ્યો છે.

હમણાં જમીન સંપાદન અટકાવ્યું છેઃ કલેક્ટર
રાજકોટ કલેક્ટર ડૉ રાહુલ ગુપ્તાએ મીડિયા સમક્ષ વાત કરતાં કહ્યું કે ‘હા, હવે ઓછી જમીનની જરૂર છે. જેથી જમીન સંપાદન અટકાવીએ છીએ. નવી જરૂરિયાત મુજબ જે જમીનની જરૂર છે તે મુજબ હવે માત્ર એક જ ખેડૂતની જગ્યા જોઈએ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here