રાજકોટ: ડો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીનો મોટો છબરડો સામે આવ્યો છે. હાલ ચાલી રહેલી એફવાયબીએની પરીક્ષામાં આવતીકાલે લેવાનાર વિષયનું પેપર આજે પૂછાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. પેપરમાં આજના વિષયનું નામ રાજ્યશાસ્ત્રનો પરિચય સાચુ લખેલું હતું પરંતુ આવતીકાલે લેવાનાર વિષયના પ્રશ્નો પૂછાયા હતા. યુનિવર્સિટીની ભૂલના કારણે તમામ 40 માર્કના પ્રશ્નો આવતીકાલના પેપરના પૂછાયા હતા. PSCM-01 પેપરના પ્રશ્નોને બદલે PSCM-02 પેપરના તમામ પ્રશ્નો આજના પેપરમાં ભૂલથી પૂછાયા હતા. આથી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના છબરડાના કારણે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.