Sunday, December 5, 2021
Homeરાજકોટ BJP નેતાએ ગૌચરની જમીન પડાવી; ખાતા ભ્રષ્ટ હોવાની CMની વાત યોગ્ય:...
Array

રાજકોટ BJP નેતાએ ગૌચરની જમીન પડાવી; ખાતા ભ્રષ્ટ હોવાની CMની વાત યોગ્ય: હાર્દિક

રાજકોટ: પડધરી તાલુકાના ઇશ્વરિયા ગામે ગૌચરની જમીનમાંથી 10 એકર જમીન સવજીભાઇ કોરાટ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને ફાળવી દેવાના કલેક્ટરના નિર્ણયના વિરોધમાં ઇશ્વરિયા ગામના ગ્રામજનોએ મંગળવારથી ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે. જેમાં આઠ ગ્રામજનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આજે ગ્રામજનોની મુલાકાતે હાર્દિક પટેલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આવ્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે, રૂપાણી કહ્યું હતું કે ખાત ભ્રષ્ટ છે તે અહીં સાબિત થાય છે.

રૂપાણી રાજકોટના જ છે છતાં બાજુમાં આવા કાવતરા થાય છે

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગૌચરની જમીન લઇ વિકાસના નામના તાયફા કરવામાં આવે છે. આમાં કલેક્ટર અને રાજ્ય સરકારની મિલીભગત જ હોય. જમીન રૂપિયાથી લેવાના બદલે પડાવી લેવાનો કારસો છે. આ ગામમાં કોઇ દિવસ ચૂંટણી થઇ નથી. રૂપાણી રાજકોટના જ છે છતાં બાજુમાં આવા નાટક અને કાવતરા થાય છે.  તેમજ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, રૂપાણી પરિવારનો આ ખેલ છે અને એનો આ કારસો પાર પાડવા નહીં દઉં.

ભાજપના જ યુવા પ્રમુખ સામે ભાજપના મહામંત્રી ઉપવાસ પર બેઠા
રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટે ગૌચરની જમીન પડાવી લેતા રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી ઉપવાસ આંદોલન પર બેઠા છે.  ગૌચરની જમીન કલેક્ટર દ્વારા ખાનગી લોકોને ફાળવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા પણ ગ્રામજનોની મુલાકાતે આવ્યા હતા. ઉપવાસ આંદોલનમાં મહિલાઓ પણ જોડાઇ છે.
મહેસુલ વિભાગને લેખિત ફરિયાદ કરવામાં આવી
ઇશ્વરિયા ગામના સરપંચ રોહિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, પડધરી તાલુકાના ઇશ્વરિયા ગામના ગૌચરની જમીન સરવે નં.248 પૈકીમાંથી 10 એકર જમીન સવજીભાઇ કોરાટ એજ્યુકેશન ટ્રસ્ટને 8-12-2014થી ફાળવવામાં આવેલી છે. જે ફાળવણી અંગે ગ્રામપંચાયત અને ગ્રામજનોએ લેખિતમાં વાંધો ઉઠાવ્યો હોવા છતાં જમીનની ફાળવણી કરી છે. જે અંગે અધિક સચિવ મહેસૂલ વિભાગ અને કલેક્ટર તંત્રને અનેક ફરિયાદો કર્યા બાદ મંગળવારથી લડતના મંડાણ કર્યા છે. આ લડતના પ્રારંભે જ આઠ ગ્રામજનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જ્યાં સુધી આ પ્રશ્નનો નિવેડો નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments