Tuesday, September 28, 2021
Homeરાજકોટ CGST ની પ્રિવેંટિવ વિંગ નો સપાટો, મારૂતિ સ્ટીલ નામની બોગસ પેઢી...
Array

રાજકોટ CGST ની પ્રિવેંટિવ વિંગ નો સપાટો, મારૂતિ સ્ટીલ નામની બોગસ પેઢી ઝડપી

રાજકોટ : CGSTની પ્રિવેંટિવ વિંગએ રાજકોટમાંથી GSTનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાજકોટ રિજીયોનલ યુનિટના 35 જેટલા અધિકારીઓ દ્વારા રાજકોટ, ભાવનગર અને અમદાવાદ સહિત 7 શહેરોમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન રિજીયોનલ યુનિટના અધિકારીઓએ રાજકોટમાંથી મારૂતિ સ્ટીલ નામની બોગસ પેઢી ઝડપી પાડી હતી. આ બોગસ પેઢીમાં માત્ર બિલ જનરેટ કરી બેન્કમાંથી ક્રેડિટ લેતા હોવાનું આવ્યું સામે આવ્યું છે. હાલ તો CGSTએ 1.25 કરોડ રૂપિયાની રિકવરી કરી છે અને રાજકોટ DGGI દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments