રાજકોટ : NCP નેતા રેશ્મા પટેલની અટકાયત

0
0

રાજકોટમાં NCP નેતા રેશ્મા પટેલની અટકાયત કરવામાં આવી છે. રેશ્મા પટેલ રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે પોલ ખોલ કાર્યક્રમ માટે આવી હતી. જોકે, તેમના આગમનની જાણ હોવાથી પહેલાથી જ સિવિલ ખાતે પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. કોરોના દર્દીઓ સાથ મુલાકાત કરે તે પહેલા પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.

રાજકોટ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે અને રાજકોટ શહેરમાં જ દૈનિક કેસો 100ની આસપાસ આવી રહ્યા છે. તેમજ કોરોનાની સારવાર દરમિયાન દરરોજ 20થી 25 લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે પાટીદાર આંદોલનમાં સક્રીય ભૂમિકા ભજવનાર અને એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ 19ના દર્દીઓના સ્વજનોને મળવા માટે આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં પ્રવેશે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમા કોરોનાનો કહેર દિન પ્રતિદિન વકરી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં કોરોનાની ફરિયાદને લઈને દાખલ થયેલા દર્દીઓ પૈકી 31ના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. જો કે આ 31 દર્દી પૈકી કયા દર્દીનું મૃત્યુ કોરોનાને કારણે થયુ છે કે ડેથ ઓડીટ કમિટી તપાસ કરીને જાહેર કરશે.

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યુ છે. ખુદ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે રાજકોટમાં ધામા નાખીને કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર ઉપર ભીસ વધારી હતી. આમ છતા સ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોય તેવુ લાગતુ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here