Thursday, October 28, 2021
Homeરાજકોટ ST વિભાગના 2500 કર્મીઓ હડતાળ પર, કાલે રાત્રે 12 વાગ્યાથી 500થી...
Array

રાજકોટ ST વિભાગના 2500 કર્મીઓ હડતાળ પર, કાલે રાત્રે 12 વાગ્યાથી 500થી વધુ બસના પૈડાં થંભી જશે

રાજકોટ:એસ.ટી નિગમના કર્મચારીઓની છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ મુદ્દે સરકાર સાથે અવારનવાર કરેલી મંત્રણા પડી ભાંગતા હવે રાજ્યભરના કર્મીઓએ આંદોલનના મંડાણ કર્યા છે. 20મી ફેબ્રુઆરીએ રાત્રે 12 વાગ્યાથી એસ.ટીના તમામ કર્મચારીઓ એકસાથે માસ સીએલ મૂકી હડતાળમાં જોડાશે જેના પગલે રાજકોટ ડિવિઝન સહિત રાજ્યભરની એસ.ટી બસના પૈડા થંભી જશે.

રાજકોટ ડિવિઝનની 500થી વધુ બસ 20મીએ રાત્રે 12 વાગ્યા પછી નહીં ઉપડે. રાજકોટ ડિવિઝનમાં કુલ 2500 જેટલા કર્મચારીઓ જુદા-જુદા વિભાગોમાં કામ કરી રહ્યા છે. જે પૈકી 2150 કર્મચારીઓએ 21મીનો રજા રિપોર્ટ વહીવટી અધિકારીને આપી દીધો છે. એટલે 20મીએ રાત્રેથી ડ્રાઈવર-કંડકટર, વર્કશોપ સ્ટાફ, ઓફિસ સ્ટાફ, વોચમેન, પટ્ટાવાળા સહિતના અનેક કર્મીઓ સામૂહિક હડતાળ પાડશે. જેના પગલે લાખો મુસાફરો રઝળી પડશે અને 21મીએ જુદા જુદા રૂટના 1 હજારથી વધુ રૂટ રદ્દ કરવા પડશે.

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચના લાભ આપવા સહિતના પડતર પ્રશ્નની માગણી સાથે રાજકોટ સહિત રાજ્યભરમાં એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને પોતાની માગણીઓનો નિવેડો લાવવા માગ કરી છે. રાજકોટ એસ.ટી. ડિવિઝન કચેરીના યુનિયનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 11,500 કર્મચારીઓ તા.20મીએ રજા રિપોર્ટ મુકી હડતાળ ઉપર ઉતરશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments