Tuesday, September 28, 2021
Homeરાજનાથ સિંહે ગુસ્સામાં કહ્યું કે કોંગ્રેસે 30 વર્ષથી નવી જનરેશનનું એક પણ...
Array

રાજનાથ સિંહે ગુસ્સામાં કહ્યું કે કોંગ્રેસે 30 વર્ષથી નવી જનરેશનનું એક પણ વિમાન નથી ખરીદ્યું

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ડીલ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે રાહુલ ગાંધી પર વળતા પ્રહાર કર્યા. રાજનાથસિંહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, 30 વર્ષ બાદ એક પણ નવી જનરેશનનું યુદ્ધ વિમાન ખરીદ્યુ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રફાલ ખરીદ્યુ તો કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યા છે. રાજનાથસિંહે વધુમાં જણાવ્યું કે, પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી. આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવા કોઈ ધરતી કે કોઈ આકાશ કે પાતાળ ભારતને રોકી ન શકે. મહત્વપૂર્ણ છે કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments