રાજનીતી : પ્લાન તૈયાર: જરા પણ ભાજપે ચૂક કરી તો મોકો નહીં આપે વિપક્ષ

0
0

વિપક્ષી દળોએ અત્યારથી ચૂંટણી બાદની સંભાવિત સ્થિતિને લઇને પોતાની રણનીતિઓ પર ચર્ચા કરવાનું શરૂ કરૂ દીધું છે. એમાં જો ભાજપ બહુમતથી દૂર રહે છે તો ગઠબંધન સરકાર બનાવવાની સંભાવનાઓને લઇને વિપક્ષી દળોમાં નજીકની સામંજસ્ય રણનીતિ પણ સામેલ છે.

લોકસભા ચૂંટણી પોતાના છેલ્લા તબક્કા તરફ છે. 7 માંથી માત્ર 2 તબક્કા માટે વોટિંગ બાકી છે અને વિપક્ષી દળોએ અત્યારથી ચૂંટણી બાદની સંભાવિત સ્થિતિને લઇને પોતાની રણનીતિઓ પર વિચારણા કરવાનું શરૂ કરી દીધું છે. એમાં, ભાજપ બહુમતીથી દૂર રહે છે તો ગઠબંધન સરકાર બનાવવાની સંભાવનાઓને લઇને વિપક્ષી દળોમાં નજીકની સામંજસ્યની રણનીતિ પણ સામેલ છે.

ચૂંટણીમાં વિપક્ષી દળ અલગ અલગ અથવા અલગ અલગ ગઠબંધનોની સાથે ચૂંટણી મેદાનમાં છે. કેટલીક પાર્ટીઓ તો ક્ષેત્રીય પ્રતિસ્પર્ધા અને અલગ અલગ વિચારના કારણે એક બીજાથી સીધા સંપર્કમાં પણ નથી.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડૂ તમામ વિપક્ષી પાર્ટીઓની વચ્ચે એક પુલની જેમ ઊભેલા છે. એમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બુધવારે દિલ્હીમાં મુલાકાત કરી. જાણવા મળ્યું છે કે તેઓએ 19 મે છેલ્લા તબક્કાનું વોટિંગ અને 23 મે પરિણામ પહેલા 21 મે એ 22 ભાજપ વિરોધી પાર્ટીઓની બેઠક બોલાવવાની યોજના પર ચર્ચા કરી. મીટિંગ બાદ નાયડૂ કલકત્તા રવાના થઇ ગયા જ્યાં એમને ટીએમસી ચીફ મમતા બેનર્જીની સાથે એક રેલીને સંબોધઝિત કરી. ગુરુવારે તે મમતા સાથે ચર્ચા કરશે.

ચંદ્રબાબુ નાયડૂ એ વાતને લઇને એકદમ સ્પષ્ટ છે જો એનડીએ બહુમતથી દૂર રહે છે તો આગળની સરકારના ગઠનમાં કોંગ્રેસની મહત્વની ભૂમિકા રહેશે.

નાયડૂના સમાનાંતર તેલંગણાના મુખ્યમંત્રી અને ટીઆરએસ ચીફ કે.ચંદ્રશેખર રાવે સોમવારે કેરળ મુખ્યમંત્રી અને સીપીએમના દિગ્ગજ નેતા પી.વિજયન સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ તમામ રાજકીય અટકળો પણ થવા લાગી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here