Tuesday, December 7, 2021
Homeરાજપથમાં દોઢ કરોડની હાઉસી યોજાશે, કર્ણાવતીએ પાર્કિંગના અભાવે કેન્સલ કરી
Array

રાજપથમાં દોઢ કરોડની હાઉસી યોજાશે, કર્ણાવતીએ પાર્કિંગના અભાવે કેન્સલ કરી

અમદાવાદ: શહેરની પ્રતિષ્ઠીત કલબમાં યોજાતી વિન્ટર મેગા બમ્પર હાઉસીની મેમ્બરો સહિત ગેસ્ટ વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે. આ વર્ષે રાજપથ કલબમાં વિન્ટર મેગા બમ્પર હાઉસી તા. 23 ફેબ્રુઆરી 2019ના શનિવારે યોજાશે. જેમાં રૂ. 1.5 કરોડના પ્રાઇઝ રાખવામાં આવ્યા છે. જેમાં 12 કાર સહિત ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ટૂરના વાઉચર આપવામાં આવશે. ગત વર્ષે રાજપથ કલબની હાઉસીમાં રૂ. 1.30 કરોડના રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે 12 કાર સહિત મોટા ઇનામો આપવામાં આવી રહ્યાં છે. કુલ છ રાઉન્ડની આ હાઉસીની ટિકિટના દર રૂ. 250, 300 અને 350 રાખવામાં આવ્યા છે.

આ અંગે રાજપથ કલબના પ્રમુખ જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષેની હાઉસીમાં ત્રણથી સાડા ત્રણ હજાર લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષે અંદાજે 4 હજાર લોકો ભાગ લે તેવી શકયતા છે. જેને ધ્યાનમાં રાખીને પાર્કિગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે કર્ણાવતી કલબમાં આ વર્ષે પાર્કિગ વ્યવસ્થા પૂરતી ન હોવાથી કેન્સલ કરવામાં આવી છે. આ અંગે કર્ણાવતી કલબના પ્રમુખ જ્યેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, કલબમાં પાર્કિગની વ્યવસ્થા ન હોવાથી આ વખતે વિન્ટર બમ્પર હાઉસી કેન્સલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments