Tuesday, December 7, 2021
Homeરાજપથ ખાતે 70માં પ્રજાસત્તાક દિને વિવિધ રાજ્યોએ સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી રજૂ કરી
Array

રાજપથ ખાતે 70માં પ્રજાસત્તાક દિને વિવિધ રાજ્યોએ સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી રજૂ કરી

રાજપથ ખાતે જુદી જુદી 22 જેટલી ઝાંખીઓ રજૂ કરાઇ હતી. આ વખતે સમગ્ર ઝાંખીઓને સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગાંધી થીમ પર રજૂ કરાઇ હતી. મહારાષ્ટ્રની ઝાંખી આઝાદીની લડાઇની થીમ પર હતી. જેમાં અંગ્રેજો ભારત છોડો અને કરો યા મરોનું સૂત્ર અપાયું હતુ.

આંદમાન નિકોબાર

અંદામાન નિકોબારની ઝાંખીમાં મહાત્મા ગાંધીના જીવન દર્શનને વણી લેવામાં આવ્યું. અહીં ટેબ્લોમાં સેલ્યુલર જેલ રજૂ કરાઇ હતી. જ્યાં ગાંધીજીને રાખવામાં આવ્યા હતા. આ સાથે પ્રવાસનક્ષેત્રના વિકાસને પણ દર્શાવાયો હતો.

આસામ

આસામની ઝાંખીમાં ગાંધીજીના આસામ પ્રવાસને દર્શાવાયો હતો. આ સાથે આસામની સાંસ્કૃતિક જીવનને પણ રજૂ કરવાનો પ્રયાસ થયો હતો.

ત્રિપુરા

ત્રિપુરાની ઝાંખીમાં ગાંધીવાદી રીતભાતથી ગ્રામીણ અર્થતંત્રનું કેવી રીતે સશક્તિકરણ થઇ શકે તે વાત રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્રિપુરાના સાંસ્કૃતિક મૂલ્યોને પણ રજૂ કરવામાં આવ્યા હતા.

ગોવા

ગોવા પ્રવાસન સ્થળ છે. અને અહીં દેશ-વિદેશમાંથી સહેલાણીઓ આવતા રહે છે. ત્યારે ગોવાની ઝાંખીના ટેબ્લોમાં સર્વધર્મ સમભાવની વાત કરવામાં આવી. તેમજ ગોવાના સમાજ જીવન પણ દર્શાવાયું હતુ.

પંજાબમાં

દેશની સ્વતંત્રતાની લડાઇમાં સૌથી ક્રૂર ઘટના તરીકે જલિયાંવાલા બાગ કાંડને યાદ કરવામાં આવે છે. ત્યારે પંજાબના ઝાંખીમાં અંગ્રેજો અત્યાચારને દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. પંજાબની ઝાંખી જલિયાંવાલા બાગ કાંડની થીમ પર આધારિત હતી. આ ઝાંખીમાં અંગ્રેજો દ્વારા કેવી રીતે નિર્દોષ ક્રાંતિકારીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તે બાબતને રજૂ કરવા પ્રયાસ થયો.

તમિલનાડુ

ગાંધીજી સ્વતંત્રતાની લડાઇ દરમિયાન મોટા ભાગે ધોતીના પહેરવેશમાં જોવા મળ્યા. તેમણે તમિલનાડુના પ્રવાસ દરમિયાન ત્યાના લોકોને પહેરવેશ જોયા બાદ આ નિર્ણય કર્યો હતો. તમિલનાડુના પ્રવાસ બાદ બાપુએ પોતાનો પહેરવેશ બદલી નાંખ્યો. તમિલનાડુના ટેબ્લોમાં આ વાત રજૂ કરવામાં આવી. તેમજ રાજ્યની સંસ્કૃતિના પણ દર્શન કરાવવામાં આવ્યા.

ગુજરાત

ગાંધીજીનો ગુજરાતની ધરતી સાથે એક અલગ જ સંબંધ છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ગાંધીજીએ જુદા જુદા આંદોલન કર્યા. જેમાં સૌથી જાણીતી હતી દાંડીયાત્રા. ગુજરાતની ઝાંખીમાં દાંડિયાત્રાની વાત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments