રાજપીપળા : નગરપાલિકા ના સફાઈ કામદારો ની અચોક્કસ મુદતની હડતાલ, 108 કર્મચારી ઓ હડતાલ પર .રોજમદારો ને કાયમી કરવાની માંગ

0
75

નર્મદા ના રાજપીપળા નગરપાલિકા ના સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા નગરપાલિકા ના 25 કાયમી અને 83રોજમદારો મળી કુલ 108 સફાઈ કામદારો આજે નગરપાલિકા ની કચેરી સામે ધરણા પર બેસી સરકાર વિરૂધ સૂત્રોચ્ચારો કરી વીરોધ પ્રદર્શન કર્યું હતું .જોકે સફાઈ કામદારો ની હડતાલ ને પગલે સફાઈ કામગીરી ઠપ્પ થઇ જતા પ્રથમ દિવસે નગરમાં ઠેર ઠેર ગંદકીનુ સામ્રાજ્ય છવાઈ ગયું હતું .

 

 

આજે રાજપીપળામા પ્રથમ દિવસે હડતાલ ના પગલે સફાઈ કામગીરી ઠપ્પ થઇ જતા નગરમાં ખાટકી વાડ , જેલ પાસે , ડૉ .નિખિલ મહેતા ના ઘર પાસે , મચ્છી માર્કેટ , સ્ટેશન રૉડ , નવદુર્ગા હાઇસ્કૂલ અને કેવીએમ પાસે કન્ટેનરો ઉભરતા ગંદકી નુ સામ્રાજ્ય છવાયું હતું .

 

 

રાજપીપળા વાલ્મીકિ સમાજના કાર્યકારી પ્રમુખ રોહિત સોલંકી જણાવ્યું હતું કે નગરપાલિકા મા છેલ્લા 25વર્ષથી રોજમદાર તરીકે કામ કરે છે કેટલાકતો રિટાયર્ડ પણ થઇ ગયા અને કેટલાક રિટાયર્ડ થવાને આરે છે છતા તેમને કાયમી કરાતા નથી.અમે ગુજરાત ને સ્વચ્છ રાખવાનું કામ કર્યું છે છતા અમારી 13જેટલી માંગણીઓ પ્રતિ સરકારે આજદિન સુધી કોઈ ધ્યાન નથીઆપ્યું તેથી હવે અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યા સુધી અચોક્કસ મુદત ની હડતાલ નુ એલાન આપતા નગરમાં સફાઈ ની કામગીરી ખોરવાઈ ગઇ હતી

રિપોર્ટરદીપક જગતાપ, CN24NEWS, રાજપીપળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here