Sunday, October 17, 2021
Homeરાજપીપળા સહીત નર્મદા જિલ્લાની ૧૧૦ જેટલી પોષ્ટ ઓફીસના ૫૦૦ જેટલા કર્મચારીઓની જડબેસલાક...
Array

રાજપીપળા સહીત નર્મદા જિલ્લાની ૧૧૦ જેટલી પોષ્ટ ઓફીસના ૫૦૦ જેટલા કર્મચારીઓની જડબેસલાક હડતાલ

આજથી બે દિવસ માટે ગુજરાત પોષ્ટ સર્કલના તમામ કર્મચારીઓ માંગણીઓના વિરોધમા હડતાલનુ એલાન જાહેર કરતા આજે હડતાલના પ્રથમ દિવસે રાજપીપળા સહીત ગરુડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા, સાગબારા, સેલંબા સહીત નર્મદાની ગ્રામ્ય વિસ્તારની ૧૦૨ અને ૮ સબ ઓફીસ મળી કુલ ૧૧૦ જેટલી પોષ્ટ ઓફીસના કુલ ૫૦૦ જેટલા કર્મચારીઓ જેમાં પોષ્ટ માસ્ટર, કલાર્ક, પોષ્ટમેન, પટાવાળા સહીતના તમામ કર્મચારીઓ આજે હડતાલમાં જોડાઈ જતા આજે નર્મદાની તમામ પોષ્ટઓફીસોમાં જડબેસલાક હડતાલ રહી હતી. આજે રાજપીપળાની પોષ્ટ ઓફીસ ખાતેના તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાઈ જતા આજે રાજપીપળા સહીત નર્મદાની ટપાલ સેવા ખોરવાઈ ગઈ હતી.જેને કારણે કરોડોના કલીયરન્સ અને નાણાકીય લેવડદેવડ ઠપ્પ થઈ જતા આજે લોકોના કામો અટવાઈ ગયા હતા. રાજપીપળા ખાતે પોષ્ટના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા આ પ્રસંગે રાજપીપળાના ઇન્ચાર્જ પોસ્ટમાસ્તર પીએમ ભગતે જણાવ્યું હતુ કે અમારી માંગણીઓ જેવી કે નવિવપેન્શન સ્કીમના સ્થાને જૂની પેન્શન સ્કીમ અને છેલ્લા પગારના મીનીમમ ૫૦% પેન્શન આપો તેમજ ફેમીલી પેન્શનની માંગણી કરી છે.
 ઉપરાંત જીડીએસ માટે કમલેશચંદ્ર કમીટીની ભલામણનો અમલ કરવો, પોષ્ટલની તમામ કેડરોમા ખાલી પડેલી જગ્યાઓ પૂરવી, સીએસઆઈ તથા આરઆઈસીટીના અમલમા ઉભી થતી તમામ સમસ્યાઓ હલ કરો, પોષ્ટલ અને આરએમએસ મા પાંચ દિવસનું અઠવાડીયું જાહેર કરવું, કેશલેશ સીજીએચએસનો લાભ આપવો, મેડિક્લેમ ટીએબીલ માટે પૂરતું ફંડ આપવુ, સ્ટાફને ગૃપબી મા પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષામા બેસવાની પરવાનગી આપો, ખાનગીકરણ અને આઉટસોર્સિંગ બંધ કરો ગીડીસી મેમ્બરશીપ તથા રેગ્યુલર મેમ્બરશીપના ૨૦૧૫ ના વેરિફિકેશનનું પરિણામ જાહેર કરો. એસબીસીઓને ઓડીટનો દરજ્જો આપો, કેજ્યૂઅલ, પાર્ટટાઇમ કંટીજન્ટ કર્મચારીઓને છટ્ઠા સાતમા પગારપંચ મુજબ વેતન રીવીઝન અને અરીયર આપો, તમામ મેલ ઓફિસોને સ્પીડપોષ્ટ હબ તથા પાર્સલ હબ તરીકે ગણવાની માંગ કરી
હતી.
બાઈટ :પી એમ ભગત , પોસ્ટ માસ્ટર , રાજપીપળા 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments