Tuesday, December 7, 2021
Homeરાજયમાં HSRP નંબરપ્લેટ લગાવવાની મુદતમાં વધારી 28 ફેબ્રુઆરી કરવામાં આવી
Array

રાજયમાં HSRP નંબરપ્લેટ લગાવવાની મુદતમાં વધારી 28 ફેબ્રુઆરી કરવામાં આવી

અમદાવાદ: જૂનાં અને નવાં તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદત ૩૧ જાન્યુઆરી સુધીની હતી. વધુ એકવાર લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારે 28 ફેબ્રુઆરી સુધી નંબરપ્લેટ લગાવવાની મુદત વધારી છે. અમદાવાદમાં આશરે સાડા ચાર લાખ જેટલા વાહનોમાં HSRP નંબર પ્લેટ વગર રસ્તા પર દોડી રહ્યા છે.

જૂનાં અને નવાં વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવા અગાઉ છ-છ વખત મુદ્દત વધારવામાં આવી હતી.  છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી નક્કી કરાઈ હોવા છતાં લોકો નંબરપ્લેટ લગાવવા ઉદાસીન રહ્યા છે. વધુ એકવાર મુદત લંબાવવામાં આવતા હવે લોકો જાગ્રત થાય છે કે કેમ તેના પર સવાલ છે.

HSRP નંબરપ્લેટ વિનાનાં બાઈકને રૂ. ૧૦૦, થ્રી વ્હીલરને રૂ. ૨૦૦, ફોર વ્હીલરને રૂ. ૩૦૦ અને અન્ય ભારે વાહનોને રૂ. ૫૦૦નો દંડ ફટકારવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments