રાજસ્થાનઃ જોધપુરમાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશયી, 3નાં મોત

0
29

રાજસ્થાનના જોધપુરમાં ગઇરાત્રીએ એક દૂર્ઘટના ઘટી છે. જોધપુરના પૃથ્વીપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક નિર્માણાધીન બિલ્ડીંગની છત ધરાશયી થવાથી ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક શખ્સને ઇજા પહોંચી છે. આ દૂર્ઘટનાને લઇને જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે 3 વ્યક્તિઓના મોત સારવાર દરમિયાન થયાં છે જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર છે.

જો કે આ દૂર્ઘટનાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. જેને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. જો કે આ દૂર્ઘટનાને લઇને હજુ સુધી કોઇ વધુ જાણકારી પ્રાપ્ત થઇ નથી. સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવની કામગીરી પુરજોશથી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here