Monday, December 5, 2022
Homeદેશરાજસ્થાનના ઉદયપુરમાં 6 લોકો મૃત હાલતમાં મળી આવ્યા

રાજસ્થાનના ઉદયપુરમાં 6 લોકો મૃત હાલતમાં મળી આવ્યા

- Advertisement -

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ગોંગુદામાં સોમવારે એક જ પરિવારના 6 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘરના એક રૂમમાંથી ચાર માસૂમો સહિત દંપતીનો મૃતદેહ મળી આવ્યા છે જે બાદ આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ માહિતી ફેલાતાની સાથે જ ગામલોકોની મોટી ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર મામલો ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઝડોલીના ગોલ નેદી ગામનો છે. કેટલાક ગ્રામજનોએ ઘરમાં મૃતદેહ હોવાની જાણ પોલીસને કરી હતી ત્યારપછી માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

હજુ મૃત્યુના કારણોનો ખુલાસો નથી થયો. પોલીસનું કહેવું છે કે, પરિવારે સામૂહિક આત્મહત્યા કરી કે, હત્યા તે અંગે તુપાસ બાદ જ ખુલાસો કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘરનો દરવાજો ખોલીને જોયું તો તેઓ હેરાન રહી ગયા હતા. ઘરના એક રૂમની અંદર ચારેબાજુ મૃતદેહો વિખરાયેલા હતા જ્યાં દંપતીના મૃતદેહો સાથે 4 માસૂમોના મૃતદેહો પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રકાશે પોતાની પત્ની અને 4 પુત્રોને ફાંસી લગાવ્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. હાલ પોલીસે તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે અને ઘરને સીલ કરી દીધું છે. બીજી તરફ પોલીસે ફોરેન્સિક અને ડોગ સ્કવોડની ટીમોને સ્થળ પર બોલાવી છે જેમણે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular