રાજસ્થાનના ધનકુબેર ગણાતા ઓફિસરને ત્યાં દરોડા, કરોડોનું કાળુ નાણું જપ્ત

0
45

કોટા:રાજસ્થાનના કોટામાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ IRS ઓફિસર સહીરામ મીણાને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. જે બાદ દરોડાની કાર્યવાહીમાં ACBને તેમના ઘરેથી 2 કરોડ 35 લાખની રોકડ તેમજ 6.25 લાખના ઘરેણા મળી આવ્યા હતા. કરોડો રૂપિયાની સ્થાવર સંપત્તિના દસ્તાવેજો પણ એસીબીની મળી આવ્યા હતા. આરોપી ઓફિસરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ડો.સહીરામ મીણાના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ રીતે ઝડપાયો સહીરામ મીણાનો દલ્લો

ACBના એડીજી સૌરભ શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યુ કે ડો.સહીરામ મીણાની સંપત્તિ અને ભ્રષ્ટ્રાચારને લઇને અમને ગુપ્ત સૂચના મળી હતી. સહીરામ કોટા ઝોનમાં નાર્કોટિક્સ બ્યૂરોના ડિપ્ટી કમિશ્નર પદ પર ફરજ બજાવે છે.જ્યારે અમે સહીરામના ઘરે દરોડા પાડ્યા તો અમને રૂપિયા 100 કરોડની સંપત્તિની માહીતી મળી. આ સંપત્તિમાં રોકડ અને સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે, જેમાં મુંબઇ અને દિલ્હીમાં આવેલા બે આલિશાન ફ્લેટની કિંમતોની પણ ગણતરી કરવામાં આવી છે.

ચાર મોંઘીદાટ કાર અને 4 ટ્રક તેમજ અનેક પ્રકારની સંપત્તિ

સહીરામ મીણાની સંપત્તિમાં જમીનના દસ્તાવેજો, કરોડોની કેશ તેમજ જ્વેલરી સિવાય મોંઘીદાટ ગાડીઓ અને ચાર ટ્રક્સ તેમજ 15 બેંન્ક ખાતા ઉપરાંત બેંન્ક લોકર્સની માહીતી પણ મળી હતી. મીણાએ તેમની પત્ની પ્રેમલતાના નામે 42 તેમજ દીકરા મનીષના નામે 23 પ્લોટ કર્યા હતા. આ બધાંની તપાસ થઇ રહી છે.

અફીણના પટ્ટાની હરાજી કે દલાલીમાં મીણા કરોડો કમાયો

ACBના મુખ્યાલયને એક મહત્વની સૂચના મળી હતી કે અફિણ લાયસન્સ ધારકોને નાર્કોટિક્સ વિભાગ કોટાના ઉચ્ચ અધિકારી અફિણ પટ્ટાને મંજૂરી આપવા કે લાયસન્સ રિન્યૂ માટે લાખોની લાંચ માગે છે. આ માહીતી બાદમાં એસીબીએ વચેટિયાની દલાલી કરીને રૂપિયા કમાનારા કમલેશ ધાકડનો મોબાઇલ સર્વિલાન્સ પર લગાવ્યો હતો જેમાં IRS ઓફિસર સહીરામ મીણા લાંચની માંગણી કરતો સંભળાયો હતો. આ વાતચીતને આધારે એસીબીએ જાળ બિછાવીને સહીરામને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here