રાજસ્થાનને દિલ્હીથી જોડતા અમદાવાદ- પાલનપુર હાઇવેને સિક્સ લેન બનાવાશે

0
39

ગાંધીનગર: રાજય સરકારે ગુજરાતને રાજસ્થાનથી દિલ્હીને જોડતા સિક્સ લેન માટે રૂ. 500 કરોડ અને 10 નવા ફ્લાય ઓવર બનાવવા માટે રૂ. 487 કરોડ અને કેન્દ્ર સરકારે રૂ. 1561 કરોડ મળીને કુલ રૂ. 2548 કરોડની રકમ ફાળવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતું કે વર્લ્ડ બેંકની વધારાની ગ્રાંટમાંથી રાજસ્થાન-દિલ્હી હાઇવેના અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડને સિક્સ લેન કરાશે.

કેન્દ્ર સરકારે પણ રૂ. 1561 કરોડ ફાળવ્યા

રાજસ્થાન-દિલ્હી હાઇ‌વે વાયા અમદાવાદ, મહેસાણા, પાલનપુર સુધીનો 61 કિમીનો હાઇવે સિક્સ લેન થશે તેમ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 275 કરોડના ખર્ચે મહેસાણાથી સિધ્ધપુર, જ્યારે બીજા તબક્કામાં સિધ્ધપુરથી પાલનપુર રૂ. 225 કરોડના ખર્ચે બનશે. આ માટે કેન્દ્ર સરકારે પણ રૂ. 1561 કરોડ ફાળવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

ઉત્તર-મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ક્યાં ફલાય ઓવર બનશે
  • આણંદ કરમસદ હાઇવે રૂ.45 કરોડના ખર્ચે
  • સિદ્ધપુર દેથલી ચાર રસ્તા રૂ. 35 કરોડના ખર્ચે
  • પાટણ નવજીવન ચાર રસ્તા- 27 કરોડના ખર્ચે
  • ભુજ-લખપત રોડ ફ્લાયઓવર રૂ. 36 કરોડ
  • મહેસાણા મોઢેરા ચાર રસ્તા રૂ. 110 કરોડ
  • સુરત-કડોદરા રોડ પર રૂ. 110 કરોડના ખર્ચે
  • સૌરાષ્ટ્ર રાજકોટ જામનગર રોડ પરના માધાપર જંકશન પર રૂ. 60 કરોડના ખર્ચે
  • ગાંધીનગર-અમદાવાદ રોડ પર ધોળાકુવા ખાતે રક્ષા શકિત સર્કલ પર રૂ. 50 કરોડના ખર્ચે
  • ગાંધીધામ ટાકોર રોડ પર રૂ. 17 કરોડના ખર્ચે ફલાય ઓવર બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here