Saturday, October 23, 2021
Homeરાજસ્થાનમાં ડબલ અકસ્માત, રાજકોટના 3 સહિત 5નાં મોત
Array

રાજસ્થાનમાં ડબલ અકસ્માત, રાજકોટના 3 સહિત 5નાં મોત

રાજકોટ: રાજસ્થાનના ઉદયપુર-ગોમતી ફોરલેન પર અનંતા હોસ્પિટલની પાસે શનિવારે બપોરે 3 વાહનો ભટકાયા હતા જેમાં રાજકોટના 3 મુસાફરો સહિત 5નાં મોત, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.

હોસ્પિટલની બહાર પેસેન્જર બેસાડવા ઊભી રહેલી ક્રુઝર કારને પાછળથી આવતી પૂરપાટ ઝડપે અર્ટિગા કારે સંતુલન ગુમાવતા ક્રુઝરને ટક્કર મારી હતી. ટક્કરને કારણે ક્રુઝર ચાલીસ ફૂટ ઊંડા ખાડામાં પડી હતી. ટક્કર મારીને ઊભી રહી ગયેલી અર્ટિગા કારને પાછળથી ટ્રકે અડફેટે ચડાવી દીધી હતી. આ અર્ટિગા કાર રાજકોટથી આવી હતી અને તેમાં સવાર 3નાં મોત થયા હતા, જ્યારે ક્રુઝરમાં બેઠેલા 2નાં મોત થયા છે અને અકસ્માતમાં કુલ 12 લોકોને ઈજા થઇ છે.

ત્રણેય વાહનો ઉદયપુરથી આવી રહ્યા હતા

ઉદયપુરથી નાથદ્વારા જતી ક્રુઝર ગાડી પેસેન્જર માટે ઊભી રહી જ્યારે આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી મારુતિ અર્ટિગા કાર ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ બાદ ક્રુઝર ખાડામાં પડી ગઇ હતી, જ્યારે કાર ઊભી રહી ગઇ હતી પણ પાછળથી આવતા ટ્રકે ફરી અર્ટિગાને ઠોકરે લીધી હતી.

ત્રણેય રહેવાસી શુક્રવારે જ રાજકોટથી રાજસ્થાન જવા નીકળ્યા હતા

પોલીસ અધિકારી ભરતસિંહે જણાવ્યું હતું કે, બપોરે 12.15 કલાકની આસપાસ ઘટના બની હતી. અકસ્માતમાં ક્રુઝરમાં બેઠેલા અને રાજનગરમાં રહેતા તમન્ના બેગમ, ગદરોલી ઉત્તરપ્રદેશના રાજેન્દ્ર મોર્ય તેમજ અર્ટિગા કારમાં બેઠેલા રાજકોટના રહીશ હકાભાઈ ઉર્ફે ઈલ્યાસભાઈ વલીભાઈ(ઉ.વ.42), રોહિતકુમાર માનસિંહ(ઉ.વ. 33) તેમજ કારના ડ્રાઈવર યાકુબભાઈ(ઉ.વ.40)નાં મોત થયા છે.રાજકોટના ત્રણેયના મૃતદેહોને દેલવાડા શવગૃહમાં રાખવામાં આવ્યા છે. રાજકોટના ત્રણેય રહેવાસી શુક્રવારે જ રાજકોટથી રાજસ્થાન જવા નીકળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments