રાજસ્થાનમાં સચિન પાયલોટની સીટ ટોંકમાં આજે મોદીની વિજય સંકલ્પ સભા

0
17

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરીએ ટોંકમાં વિજય સંકલ્પ સભાને સંબધોધિત કરશે. વિધાનસભા ચૂંટણી બાદ રાજયમાં તેમનો આ પ્રથમ પ્રવાસ છે. ટોંકમાં બપોરે સભા 2 વાગે શરૂ થશે. મોદીએ વિધાનસભા ચૂંટણી દરમિયાન ટોંક અને સીકરમાં સભાઓ કરી ન હતી. ટોંક રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની વિધાનસભા સીટ છે. 46 વર્ષમાં પ્રથમ વાર કોંગ્રેસે અહીં કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપીને પાયલોટને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. વડાપ્રધાન મોદી ટોંકથી રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરશે. તેમાં તે રાજય માટે ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. જનસભાના પ્રભારી ઓમકાર સિંહ લાખતનો દાવો છે કે આ ટોંકના ઈતિહાસની મોટી સભા હશે.

ટોંક ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટનું ક્ષેત્ર છે. અહીં આજે પણ ટ્રેન સર્વિસ નથી. માનવામાં આવી રહ્યું છે કે મોદી અહીં રેલવે સાથે જોડાયેલી જાહેરાત કરી શકે છે. જયારે બ્રાહ્મણી નદી પ્રોજેકટને લઈને પણ જાહેરાત કરવામાં આવી શકે છે. તેમાં ટોંક સહિત 13 જિલ્લાને સીધો ફાયદો મળશે. વિધાનસભા ચૂંટણીમાં ટોંક-સવાઈમાધોપુર લોકસભા ક્ષેત્રમાં આવનારી આઠ વિધાનસભા સીટોમાંથી ભાજપના ખાતામાં એક જ સીટ આવી હતી.

રાજસ્થાનમાં લોકસભાની 25 સીટ છે. ભાજપ 2014માં તમામ સીટો પર જીતી હતી. રાજયમાં આ તેનું અત્યાર સુધીનું સારામાં સારું પ્રદર્શન હતું. પાર્ટી તેને રિપીટ કરવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here