રાજસ્થાનમાં 75 વર્ષનો રેકોર્ડ તૂટયો-પારો 50 ડિગ્રીએ પહોંચ્યો, દિલ્લીમાં રેડ એલર્ટ

0
30

ઉત્તર ભારતમાં શુક્રવાર આ મહિનાનો સૌથી વધુ ગરમ દિવસ જોવા મળ્યો. દેશના મોટા ભાગના સ્થળો પર પારો 45 ડિગ્રીને પાર જોવા મળ્યો. જેમાં રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મે મહિનાનો 75 વર્ષનો રેકોર્ડ તોડતા પારો 49.6 ડિગ્રી સુધી પહોંચી ગયો.

જ્યારે ચરૂમાં 48.5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તાપમાન 48.8 ડિગ્રી નોંધવામાં આવ્યું. રાજધાની દિલ્લીમાં પણ પારો 7 વર્ષમાં પ્રથમ વખત મે મહિનામાં 45 ડિગ્રીને પાર કરતો જોવા મળ્યો. ફરિદાબાદમાં દિવસનું તાપમાન 46 અને ગુરૂગ્રામમાં 45.1 ડિગ્રી રહ્યું. હવામાન વિભાગે દિલ્લીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતના હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, યુપી, રાજસ્થાનમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આગામી 48 કલાકમાં સમગ્ર દેશમાં ગરમીનો પારો 45થી 46 ડિગ્રી રહેવાની સંભાવના છે. લોકોને બપોરના સમયે બહાર નહીં નિકળવાની સલાહ અપાઈ છે. રાજસ્થાનમાં પણ ભયંકર ગરમીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

જેને લઇને અનેક સ્થળે 48 ડિગ્રી આસપાસ પારો રહેવા પામ્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પારો 49.6 ડિગ્રી થઈ ગયો હતો. જે મે મહિનાનાની છેલ્લા 75 વર્ષની સૌથી વધુ ગરમી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અહીં 1944માં 49.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. 1934માં સૌથી વધુ 50 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. દિલ્હીમાં પણ 8 વર્ષની સૌથી વધુ એટલે કે 46.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

એક અભ્યાસ અનુસાર 2020 સુધી ગરમી વધવાની શક્યતા છે. આ અભ્યાસમાં નાઈન ક્લાયમેટ મોડલને કારણે ભારતમાં 1961થી 2005 દરમિયાન 54 જેટલી ગરમીની લૂની ઘટના બની છે. આ સંખ્યા 2020થી 2064 સુધીમાં વધીને 138 થઈ શકે છે. કારણકે આ દરમિયાન ગરમીની લૂનો પ્રકોપ દરેક સીઝનમાં 12થી 18 દિવસ સુધીનો હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here