રાજસ્થાન : અનૂપગઢમાં આપણી સીમામાં ઘૂસ્યું પાક ડ્રોન, સુખોઈ-30 તોડી પાડ્યું

0
41

જોધપુર: પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈકથી ગભરાયેલા પાકિસ્તાને ફરી હવાઈ માર્ગે રાજસ્થાનમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો છે. સાત દિવસમાં પાકિસ્તાનનું યુએવી બે વાર રાજસ્થાનની સીમામાં ઘૂસ્યુ છે.

સોમવારે સવારે 11.30 વાગે જ શ્રીગંગાનગર જિલ્લાના અનૂપગઢ સેક્ટરમાં તેમનું યુએવી રેકી માટે ઘૂસ્યું હતું. પરંતુ એરફોર્સના સુખોઈ એમકેઆઈ-30 તેને 25 મિનિટમાં જ તોડી પાડ્યું હતું. સિરસા એરબેઝથી ઉડાન ભરેલા સુખોઈએ યુએવી પર હવામાં હુમલો કરનારી આર-73 ઈ મિસાઈલ છોડી હતી. તેનો કાટમાળ પાકિસ્તાનના બહાવલપુર જિલ્લાના ફોર્ટ અબ્બાસ વિસ્તારમાં જઈને પડ્યો હતો.

 

બહાવલપુરમાં આતંકી સંગઠન જૈશનું હેડક્વાર્ટર છે. તે બીકાનેરની ખૂબ નજીક છે. તેથી અહીંથી ઘૂસણખોરી સરળ રહે છે. સોમવારે બીએસએફ અથવા એજન્સીએ ઘૂસણખોરી વિશે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે, ભારતીય એરફોર્સ ખાલી વિસ્તારમાં લેઝર ગાઈડેડ બોમ્બ ફેંક્યા હતા. જોકે કોઈ પ્રકારનું નુકસાન થયું હોવાની કોઈ માહિતી મળી નથી. પાકિસ્તાને આ બ્લાસ્ટની તસવીરો પણ જાહેર કરી છે.

જૈસલમેરના નહેરી ક્ષેત્રમાં સોમવારે બીએસએફની સૈન્ય મૂવમેન્ટની તસવીરો લેતા ત્રણ શંકાસ્પદ લોકોને પકડવામાં આવ્યા છે. તેમની ઓળખ મીઠુરામ, રાજપાલ અને સુરજીત સિંહ તરીકે કરવામાં આવી છે. એજન્સીઓ તેમની પૂછપરછ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here