રાજસ્થાન: જ્યૂસ પીને 9 લોકોને થયો કોરોના, લોકોમાં ફફડાટ

0
2
જ્યૂસ સેન્ટરમાં કામ કરતા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આ ઘટના બની છે.
જ્યૂસ સેન્ટરમાં કામ કરતા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આ ઘટના બની છે.
  • જ્યૂસ સેન્ટરમાં કામ કરતા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આ ઘટના બની છે.

રાજસ્થાન: રાજસ્થાનના કોટા શહેર (Rajastan, Kota)થી એક મોટી ખબર સામે આવી છે. ચોપાટી બજાર સ્થિત એક જ્યૂસ સેન્ટર (Juice Center)ની દુકાનથી જ્યૂસ પીને નવ લોકોને કોરોના સંક્રમણ (Corona infected) થયું. આ પછી શહેરના લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

અનલૉક 1.0માં છૂટ મળ્યા પછી ખાણી-પીણી માટે કોટાના છાવણી ચાર રસ્તા પર આવેલી ચૌપાટીની દુકાનો પણ ખોલવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જ્યૂસ પીવા માટે આવતા હતા. આ વચ્ચે જ્યૂસ સેન્ટરનો એક કર્મચારી અસ્વસ્થ થયો અને તેનો કોરોના ટેસ્ટ (Corona Test) પોઝિટિવ આવ્યો છે.

આ સૂચના મળતા જ ચિકિત્સા વિભાગમાં હડકંપ મચી ગયો. તેમણે આ જ્યૂસ સેન્ટરને બંધ કરાવ્યું. અને એક નોટિસ જાહેર કરીને અહીં જ્યૂસ પીવા આવતા તમામ લોકોને કોરોના તપાસ શિબિરમાં પહોંચવાનો આગ્રહ કર્યો. તેમાંથી અનેક લોકોએ લાઇનમાં ઊભા રહીને શિબિરમાં કોરોનાની તપાસ કરાવી.

જે પછી બે મહિલાઓ સમેત નવ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે આવેલી રીપોર્ટમાં કોટોમાં કોરોનાના કારણે 29 નવા કેસ દાખલ થયા છે. જેમાંથી 9 લોકો જ્યૂસ સેન્ટરના હતા. હવે અહીં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 614 થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે કોટોમાં એક વહુને પણ તેના સાસરી પક્ષે કોરોના પોઝિટિવ કહીને ઘરની બહાર નીકાળી દીધી. પીડિતાએ છેવટે પોલીસની શરણ લીધી અને સાસું અને નણંદ સમેત પતિ વિરુદ્ધ કેસ ફાઇલ કરાવ્યો.

પ્રાપ્ત માહિતી મુજબ આ મહિલાને ટાઇફોઇડ થયો હતો. અને તેણે પોતાના દાગીના વેચીને પોતાની સારવાર કરાવી. હવે તે પૂરી રીતે સ્વસ્થ છે પણ સાસરીવાળા તેને દર-દર ભટકવા માટે મજબૂર કરી રહ્યા છે. (રિપોર્ટર- ઓમ પ્રકાશ)