રાજસ્થાન : પાકિસ્તાનથી આવી રહેલા કાર્ગો પ્લેનની વાયુસેનાએ ફોર્સ લેન્ડિંગ કરાવ્યું, પાઇલટની પૂછપરછ શરૂ

0
34

જયપુરઃ પાકિસ્તાનની વાયુસીમાથી ભારતમાં આવેલા એક મોટાં કાર્ગો પ્લેનની વાયુસેનાએ જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું છે. આ વિમાન એન્ટોનોવ એએન-12 હેવી કાર્ગો પ્લેન છે જે જ્યોર્જિયાનું હોવાનું સામે આવ્યું છે. આ વિમાનને કરાચીથી દિલ્હી તરફ જવાનું હતું. પરંતુ તેણે અચાનક જ પોતાનો રૂટ બદલી નાખ્યો. આ પ્લેન ગુજરાતથી ભારતમાં ઘૂસ્યું અને રાજસ્થાન તરફ આગળ વધ્યું. વાયુસેનાના બે સુખોઇ 30 ફાઇટર જેટ્સે આ કાર્ગો પ્લેનને ઘેર્યુ અને જયપુરમાં લેન્ડિંગ કરવા માટે મજબૂર કર્યુ. જયપુરમાં લેન્ડિંગ બાદ બંને પાઇલટ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ પણ એરપોર્ટ પહોંચી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here