રાજસ્થાનનાં ભરતપુર બસ દુર્ઘટનામાં ભાવનગરના વધુ એક મહિલા યાત્રિકનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના ભરતપુર નજીક યાત્રાની બસને ટ્રેલરે પાછળથી ટક્કર મારતા 12 ભાવનગરના યાત્રીઓના સ્થળ પર જ મોત થયા હતા. ત્યાર બાદ ભાવનગરમાં સારવાર દરમિયાન અન્ય 3 યાત્રાળુઓના મોત થયા હતા. જે મૃતકો તળાજાના દિહોર ગામના વતની હતા.
જ્યારે આજે વધુ એક મહિલા સોનલબેન ધોયલનું નિધન થતા મોતનો આંકડો 16 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, રાજસ્થાનના પુષ્કરથી ગોકુળ મથુરા દર્શન કરવા માટે બસ જઈ રહી હતી. એ દરમિયાન જયપુર હાઇવે પર ભરતપુર નજીક બસ ખરાબ થતા ઉભી રાખવામાં આવી હતી જ્યાં આ દુર્ઘટના ઘટી હતી. રાજ્યમાં આજે ત્રણ જગ્યાએ પાણીમાં ડૂબવાની ઘટના સામે આવી છે. જેમાં ખેડા, ઉપલેટા અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઘટનામાં કુલ 6 લોકો પાણીમાં ડૂબ્યા છે. જેમાંથી 4 લોકોના મોત થયા છે જ્યારે બેની શોધખોળ ચાલી રહી છે.