રાજીવ ગાંધી ભવન ખાતે તમામ એરલાઈન્સની ઈમરજન્સી બેઠક શરૂ

0
6

લંડનઃ નાગરિક ઉડ્ડયન સચિવે બુધવારે સાંજે 4 વાગ્યે બોલાવેલી તમામ એરલાઈન્સની ઈમરજન્સી બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે શરૂ કરાઈ છે. આ પહેલાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ તમામ બોઈંગ 737 મેક્સ વિમાનોને ગ્રાઉન્ડેડ કરવા માટે કહ્યું હતું. આ પહેલાં યુરોપિયન યુનિયનના રેગ્યુલેટરે પુરાં યુરોપમાં આ વિમાનો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.


6 મહિનામાં બીજું બોઈંગ 737 મેક્સ વિમાન ક્રેશ

ઇથિયોપિયામાં થયેલી દુર્ઘટનામાં 6 ભારતીયો સહિત 157 લોકોનાં મોત નિપજ્યાં હતા. ઘટનાક્રમ પર બોઈંગે કહ્યું, ‘કંપનીની પ્રાથમિકતા સુરક્ષા છે. અમે 737 મેક્સ વિમાનોમાં રહેલી સુરક્ષા ઉપાયો પર વિશ્વાસ છે. વિશ્વની અલગ અલગ રેગ્યુલેટરી એજન્સીઓએ તેના ઉડ્ડયન યથાવત રાખવાના કે રોકવાનો નિર્ણય કર્યો છે. અમે તેનું સન્માન કરીએ છીએ.’

ગત વર્ષે ઓક્ટોબરમાં ઈન્ડોનેશિયાના લાયન એરના આ મોડલનું વિમાન ક્રેશ થયું હતું. ત્યારે 189 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. બંને દુર્ઘટનાને કારણે પાયલટે પ્લેનમાં ખરાબી આવવાની વાત કરી હતી.
બોઈંગે અત્યારસુધી 370 વિમાન ડિલીવર કર્યા

યુરોપના 28 દેશો ઉપરાંત ચીન, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો, બ્રાઝીલ, આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા, મલેશિયા, સિંગાપુર, વિયેતનામ, ઓમાન, મોરક્કો, મોંગોલિયા અને દક્ષિણ કોરિયાએ ઉડ્ડયન પર રોક લગાવી છે.
વિશ્વભરમાં અત્યાર સુધીમાં 40% બોઈંગ 737 મેક્સ વિમાન ઊભા કરી દીધાં છે.
ચીનની એરલાઈન્સની પાસે આ મોડલના સૌથી વધુ 97 વિમાનો છે.
જાન્યુઆરી સુધી બોઈંગે 5,011 ઓર્ડરમાંથી 370 વિમાન ડિલીવર કર્યા હતા.
બે દિવસમાં બોઈંગના શેરમાં 13%નો ઘટાડો

રવિવારે સર્જાયેલી દુર્ઘટનાના બે દિવસમાં બોઈંગના શેર અમેરિકી બજારમાં 12.76% ઘટાડો નોંધાયો છે. કંપનીની માર્કેટ કેપ 2.10 લાખ કરોડ રૂપિયા ઘટીને 14.84 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે. સોમવારે તેમાં 5.3% ઘટાડો નોંધાયો છે. મંગળવારનાં વેપાર દરમિયાન 7.46% નુકસાનની સાથે 370 ડોલર પર આવી ગયું. શુક્રવારે શેરની કિંમત 422.42 ડોલર હતી. માર્કેટ કેપ 16.94 લાખ કરોડ રૂપિયા હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here