Monday, October 18, 2021
Homeરાજુલા નજીક રેલવે ફાટક ખુલ્લું હતું અને ટ્રેન આવી ગઇ, લોકોએ ગેટમેનને...
Array

રાજુલા નજીક રેલવે ફાટક ખુલ્લું હતું અને ટ્રેન આવી ગઇ, લોકોએ ગેટમેનને જગાડી ફાટક બંધ કરાવ્યું

અમરેલી: રાજુલા નજીક તાનસેન રેલવે ફાટક પર મોટી રેલવે દુર્ઘટના જાગૃત નાગરિકોને કારણે ટળી હતી. આજે વહેલી સવારે 5.30 વાગે ગુડ્સ ટ્રેન આવી રહી હતી ત્યારે ફાટક ખુલ્લું હતું. પરંતુ ગેટમેન સૂઇ ગયો હતો. ફાટક ખુલ્લું હોવાથી વાહનચાલકો પસાર થઇ રહ્યા હતા. દૂરથી ટ્રેનની વ્હીસલ વાગતી વાહનચાલકોને સંભળાતા સૂઇ રહેલા ગેટમેનને લોકોએ જગાડ્યો હતો અને ફાટક બંધ કરાવ્યું હતું

ફાટક નજીક આવી ટ્રેને 10 મિનિટ સુધી વ્હીસલ વગાડી

ગુડ્સ ટ્રેન ફાટકની એકદમ નજીક આવી જઇ 10 મિનિટ સુધી વ્હિસલ વગાડી હતી. જેનો વીડિયો કોઇ નાગરિકે પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. ગેટમેનની બેદરકારીને કારણે મોટો અકસ્માત થતા અટક્યો હતો. ગેટમેનની બેદરકારીને કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments