રાજુ : મમ્મીએ નાના ભાઈને સ્તનપાન કરાવ્યું પછી અમને ચારેયને કુવામાં ફેંક્યા

0
56

જૂનાગઢ:  વિસાવદરનાં જેતલવડ ગામની સીમમાં સામુહિક આપઘાતની ઘટનાથી ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે. માતાએ પોતાનાં 4 સંતાનો સાથે કુવામાં ઝંપલાવ્યું હતું જેમાં માતા સહિત 3 સંતાનોનાં મોત થયા હતા અને એક સૌથી મોટો દિકરો રાજુ (ઉ.વ.8) બચી ગયો હતો. રાજુને 108ની મદદથી જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યારે રાજુ હરસુખભાઇ વિરમે સમગ્ર ઘટના પોતાનાં શબ્દોમાં વર્ણાવી હતી.

રાજુએ કહ્યું હતું કે રાત્રીનાં મારા મમ્મી દિવુબેન અને હરસુખભાઇ વચ્ચે ઝઘડો થયો હતો સવારે મારા પપ્પા કામે જતા રહ્યા હતા બાદ મારા મમ્મીએ કહ્યું કે ધારીનાં ડાંગાવદર મામાનાં ઘરે જવાનું છે અમે ચાલીને જતા હતા ત્યારે વાડીએ પહોંચી ગયા હતા. મારો નાનો ભાઇ કરણ (ઉ.11 માસ) રડવા લાગતા મારા મમ્મીએ ધવરાવ્યો હતો અને બહેન જાનવીને કુવો જોવો હોય રડવા લાગી હતી ત્યારે મારા મમ્મીએ પહેલા મને કુવામાં નાંખ્યો હતો. બાદ જાનવી, હેતવી અને છેલ્લે કરણ અને મમ્મી કુવામાં પડ્યા હતા. રડવાનો અવાજ આવતા કોઇ ભાઇએ આવી દોરડું બાંધી બચાવી લીધો હતો મારા માથાનાં ભાગે ઇજા થઇ છે.

ગામમાંથી મોટુ દોરડું મંગાવી આહીર ગોવીંદભાઇ કાનાભાઇ કુવાડે કમરે દોરડુ બાંધી અંદર ઉતરી રાજુને બે પગમાં દબાવીને બહાર કાઢયો હતો. તેને માથામાં ઇજા થઇ હોય પ્રથમ વિસાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here