Thursday, April 18, 2024
Homeરાજૌરી માં પાકિસ્તાને સંઘર્ષ વિરામ તોડ્યો, એક જવાન શહીદ; સોપોર માં ગ્રેનેડ...
Array

રાજૌરી માં પાકિસ્તાને સંઘર્ષ વિરામ તોડ્યો, એક જવાન શહીદ; સોપોર માં ગ્રેનેડ હુમલા માં 3 પોલીસકર્મી ઘાયલ

- Advertisement -

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને ગુરૂવારે LoC પર સંઘર્ષ વિરામ તોડ્યું છે. પાકિસ્તાન સૈનિકોએ ભારતીય સરહદ પર ભારે ફાયરિંગ કર્યું હતું. જેમાં રાયફલમેન યશપાલ (24) શહીદ થઈ ગયા છે.  બીજી બાજુ આતંકીઓએ સોપોરમાં પોલીસ પાર્ટીને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો જેમાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિત 3 પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયા છે.

LOC પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ
રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કરીને સુંદરબની સેક્ટરમાં ભારતીય સીમાના ચેકપોસ્ટને નિશાન બનાવ્યા હતા. ગુરુવાર સવારે શરૂ થયેલા ગોળીબાર હજુ ચાલુ જ છે. ભારત તરફથી આ હુમલાનો જવાબ આપવામાં આવશે.
સોપોરમાં આતંકી ઘેરાયાં
સોપોરમાં પોલીસ પર ગ્રેનેડ હુમલા પછી સુરક્ષાદળોએ સોપોરમાં આતંકીઓ વિરૂદ્ધ તપાસ અભિયાન શરૂ કર્યું છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓ એક ઘરમાં છુપાયેલાં છે, જેને ઘેરવામાં આવ્યાં છે.
પુલવામા હુમલા પછી આતંકીઓ વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી
14 ફેબ્રુઆરીએ જૈશના આતંકીઓએ CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. જે બાદ મોદી સરકારે ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહીને લઈને સિક્યોરિટી ફોર્સને તમામ છૂટ આપી હતી. ભારીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી જૈશના ઠેકાણાંઓને ધ્વસ્ત કર્યા હતા. આ દરમિયાન લગભગ 350 આતંકીઓ માર્યા ગયા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular