Sunday, November 28, 2021
Homeરાજ્યનાં તમામ છેવાડાં સુરક્ષિત કરાયા, મંદિરોની સુરક્ષા વધારાઈ, આર્મી સ્ટેન્ડ ટુ
Array

રાજ્યનાં તમામ છેવાડાં સુરક્ષિત કરાયા, મંદિરોની સુરક્ષા વધારાઈ, આર્મી સ્ટેન્ડ ટુ

અમદાવાદ: પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો અને તે પછીના તેના વળતા પ્રહારમાં ભારતિય વાયુદળે કરેલી એરસ્ટ્રાઇક બાદ સરહદે તંગદલીભરી સ્થિતી સર્જાઇ છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ કચ્છની રણ અને દરિયાઇ સરહદે આર્મીની તહેનાતી શરૂ કરી દેવાઇ છે.

દરિયામાં નજર રાખવા માટે ડ્રોન તહેનાત કરાયું

આ ઉપરાંત દ્વારકા મંદિર આતંકવાદીઓના હીટલિસ્ટમાં હોવાથી મંદિર અને દરિયાની સાથે ઓખાના દરિયામાં પણ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આ સાથએ જામનગરની આસપાસના માનવ વસ્તી વગરના 9 ટાપુ પર વોચ ગોઠવી દેવાઈ છે. પોરબંદરમાં પણ દરિયામાં નજર રાખવા માટે ડ્રોન તહેનાત કરાયું છે.

મંદિરનું સુરક્ષા પણ એનએસડી કમાન્ડોને સોંપાઇ

સોમનાથ મંદિરનું સુરક્ષા પણ એનએસડી કમાન્ડોને સોંપાઈ છે. બનાસકાંઠાના સરહદી વસિતારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાનો પૂરતો જથ્થો સ્ટોક કરી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારે એર સ્ટ્રાઇક પછી તરત જ હાઇ લેવલ મિટિંગ બોલાવીને સરહદો અને આંતરિક સલામતી અંગે પરામર્શ કર્યો હતો.

એલર્ટ: ઓખાના દરિયામાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ, માછીમારી બોટોનું ચેકિંગ, દ્વારકા મંદિરની સુરક્ષા વધારી દેવાઈ

ક્રિક વિસ્તારમાં બીએસએફની સાથે આર્મીએ મોરચો સંભાળ્યો
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો અને તે પછીના તેના વળતા પ્રહારમાં ભારતિય વાયુદળે કરેલી એરસ્ટ્રાઇક બાદ સરહદે તંગદલીભરી સ્થિતી સર્જાઇ છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ કચ્છની રણ અને દરિયાઇ સરહદે આર્મીની તૈનાતી શરૂ કરી દેવાઇ છે. આ તરફ બુધવારે ભારતની હવાઇસીમામાં ઘુસી આવેલ પાકના એફ-16 ફાઇટર વિમાનને તોડી પડાયા બાદ વાયુદળને પણ સાબદું કરી દેવાયું છે. ભુજ અને ભાનાડા એરફોર્સ મથકને કોઇ પણ આપાતકાલિન સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા સતર્ક રહેવા જણાવી દેવાયું છે.
સરહદી ગામડાંના માણસો પણ પાકિસ્તાન સાથે લડવા તૈયાર
  • બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી ગામડાંના માણસો પણ જો યુદ્ધ થાય તો દો-દો હાથ કરવા તેમજ સેનાની મદદ કરવા તૈયાર છે. ભારત પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિને લઇ કસ્ટમ રોડ પર વાવ પોલીસ તેમજ બીએસએફ જવાનો દ્વારા વાહન ચેકિંગ કરાઇ રહ્યું છે.
  • ભારત પાકિસ્તાન સરહદે આવેલ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના પાકિસ્તાન સરહદને અડીને આવેલા ચતરપુરા, અસારા, ચોથારનેસડા, રાધાનેસડા, માવસરી, રાછેણા, લોદ્રાણી જેવા ગામડાંના લોકો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો લડવા તેમજ સેનાની મદદ કરવા તત્પર બન્યા છે અને પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઇએ તેમ કહી રહ્યા છે.
પાક.ની સરહદથી 85 નોટિકલ માઇલ દૂર લોખંડી સુરક્ષા
  • ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં સરહદી વિસ્તારમાં આતંકવાદી વિરોધી કરેલી કાર્યવાહીના પગલે હાલાર સહિત દેશભરના દરિયા કિનારા પર  હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકા આતંકવાદીઓના હિટલિસ્ટમાં હોવાથી તમામ સુરક્ષા એજન્સીઓ સર્તક થઇ ગઇ છે. દ્વારકાના સમુદ્રમાં મરીન પોલીસ દ્વારા ત્રણ સ્પીડ  બોટ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી તમામ બોટો અને માછીમારોને તપાસવામાં આવી રહ્યા છે.
  • જગતમંદિરમાં સુરક્ષામાં વધારો કરી તમામ પ્રવેશદ્વાર પર સુરક્ષા વધારી દેવાઇ છે. દર્શને આવતા તમામ યાત્રિકોનું સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે દ્વારકા જગતમંદિરથી લઇ દરિયાઇ સીમા પર હાલ શું સ્થિતિ છે, શું હિલચાલ છે, તેની રજેરજની ચહલપહલનો ચિતાર ચકાસવા ટીમ ભાસ્કર દ્વારકા જગતમંદિર અને ઓખા બંદર પહોંચી હતી.
જામનગરના માનવવસ્તી વગરના 9 ટાપુ પર વોચ
  • પાકિસ્તાનની સરહદમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરહદથી નજીકના જામનગરમાં હાઇએલર્ટના પગલે  દરિયામાં સંદિગ્ધ બોટની તપાસ ચાલી રહી છે તો કાંઠાળ વિસ્તારોમાં થતી ગતિવિધિ પર દૂરબીનથી બાજ નજર રાખવામાં આવી રહી છે.
  • જિલ્લાના માનવવસ્તી વગરના 9 નાના ટાપુ પર  મરિન પોલીસની  ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે.શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન,ધોરીમાર્ગો પર અવિરત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
સોમનાથ મંદિરમાં NSG કમાન્ડો તહેનાત કરાયા
ગીર સોમનાથ જિલ્લામાં દરીયાઈ વિસ્તારમાં મરીન પોલીસ તેમજ સોમનાથ મંદીર સહિતનાં વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવાઇ છે. બુધવારે સોમાનાથમાં એલએનજી પોઈન્ટ 3 પર ડીવાયએસપી 1, પીઆઇ 1, પીએસઆઇ 1, 50 પોલીસ, 50 જીઆરડી, 1 ટીમ એસઆરપી અને ધોડાસવાર પોલીસ 1 જ્યારે દરિયાઈ સુરક્ષા માટે 5 બોટો અને ૨૦ થી વધુ મરીન પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દિલ્હીથી એનએસજી કમાન્ડોની ટીમ તહેનાત કરવામાં આવી છે.
પોરબંદરના દરિયા પર ડ્રોનની બાજ નજર
ભારતે પાકિસ્તાન સામે કરેલી એર સ્ટ્રાઈકના પગલે પોરબંદરની જેટી પર નેવીના 8 યુદ્ધજહાજોનો ખડકલો ગોઠવાયો છે જે ગણતરીની સેકન્ડોમાં જ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ છે.તો બીજી તરફ પોરબંદરના દરિયામાં તેમજ પોરબંદર આસપાસના દરિયાકિનારાના અતિ સંવેદનશીલ 11 સ્થળ પર છેક માધવપુરથી મીંયાણી સુધી નેવીના ડ્રોન દ્વારા સતત પેટ્રોલીંગ કરી સમુદ્રની ઝીણામાં ઝીણી ગતિવિધી પર બાજનજર રાખવામાં આવી રહી છે.
હજીરા-મગદલ્લા પોર્ટ પર સુરક્ષા ગોઠવા
  • હજીરા અને મગદલ્લા ખાતે આવેલી વિશાળકાય કંપનીઓ-પોર્ટની સુરક્ષાને ધ્યાને લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી સુરક્ષા એજન્સીને ઍલર્ટ રહેવાની સૂચના બંદર અધિકારી તરફથી આપવામાં આવી છે.
  • સુરત બંદર ખાતાના અધિકારી રાકેશ મિશ્રાએ કહ્યું હતું કે પોર્ટની સુરક્ષાને ધ્યાને લઈ તમામ સુરક્ષા એજન્સીના સંચાલકોની બેઠક યોજવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવાની વાત સંદર્ભે ઍલર્ટ રહેવા સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સુરક્ષાની વાતને ધ્યાને લઈ બેઠક અંગેની જાણકારી ગુપ્ત રખાઈ હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments