રાજ્યના પોલીસ કોન્સ્ટેબ અને PSIને 2 BHKના બદલે 3 BHKના ક્વાર્ટર્સ મળશે

0
17

ગાંધીનગરઃ  રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના પોલીસ કોન્સ્ટેબ અને PSI તરીકે ફરજ બજાવતા અધિકારીઓને 2 BHK ક્વાર્ટર્સના બદલે હવેથી 3 BHK ક્વાર્ટર્સ મળશે. પોલીસ અધિકારીઓને સવલતો વધે અને પારિવારીક જીવનમાં સરળતા વધે તે હેતુંથી અત્યાર સુધી પોલીસ કોન્સ્ટેબને મળતાં 41.85 ચો.મી.ના 2 BHK બદલે 50થી 55 ચો.મી.ના 3 BHKના ક્વાર્ટર્સ મળશે. જ્યારે PSIને મળતાં 55.46 ચો.મી.ના 2 BHK બદલે 60થી 65 ચો.મી.ના 3 BHK ક્વાર્ટર્સ મળશે. આ અંગેની જાહેરાત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here