Wednesday, September 28, 2022
Homeરાજ્યના વાતાવરણમાં પલટો, ઠંડી ફરી વધી , હળવા વરસાદની આગાહી
Array

રાજ્યના વાતાવરણમાં પલટો, ઠંડી ફરી વધી , હળવા વરસાદની આગાહી

- Advertisement -

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડક વધી છે. ચારથી પાંચ દિવસ રાજ્યનાં કેટલાંક વિસ્તારો માં વરસાદી છાંટાથી લઇને હળવા વરસાદ ની વકી છે. છેલ્લાં એક મહિનામાં ચાર વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરોથી વાતાવરણ માં પલટો આવ્યો છે. હિમવર્ષાની અસરોથી શુક્રવાર સાંજથી ઠંડા પવનોનું જોર વધ્યું હતું. શનિવારે સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે 10થી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનથી ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું.

રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને હળવા વરસાદની વકી

અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં 3.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3.9 ડિગ્રી જેટલું ગગડતાં ગરમી ઘટી હતી. ઠંડા પવનને કારણે સાંજ પડતાં અમદાવાદમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ઠંડા પવનથી અમદાવાદ સહિત રાજ્યનાં તાપમાનમાં ઘટાડો થયો હતો.

રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગર 14 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ઠંડા અને 35.0 ડિગ્રી સાથે મહુવા સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણથી ચાર દિવસમાં મહત્તમ તામપાન 35થી 36 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular