રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની Exam લેવાશે, શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત

0
6
આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો
આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો.
  • આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો

ગાંધીનગર : રાજ્યમાં (gujarat)માં તમામ યૂનિવર્સિટીઓ દ્વારા અંતિમ વર્ષમાં (final year UG) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. આજે મળેલી રાજ્યની કેબિનેટની બેઠક (cabinate meeting of gujarat)માં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh chudasama)એ માહિતી આપી હતી. આ ઉપરાંત આવતીકાલથી GTU (Gujarat technological university)ની અંતિમ વર્ષની પરીક્ષાઓ પણ યોજાશે.

વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઇન બંને પ્રકારે પરીક્ષા યોજાવામાં આવશે. આ ઉપરાંત આ બંને વિકલ્પમાં પણ જે વિદ્યાર્થીઓ રહી જશે તેમના માટે અલગથી પરીક્ષાઓ યોજાવામાં આવશે. પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં અગાઉ 25મી જૂનથી યૂનિવર્સિટીઓની પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સંજોગોવસાત તેને ઠેલવવામાં આવી હતી. દરમિયાન આવતીકાલથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થશે.

આવતીકાલથી 350 જેટલા સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવશે. કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે પરીક્ષા યોજાશે