રાજ્યભરમાં આવકવેરા વિભાગનો સપાટો, અમદાવાદ સહિત 22 જગ્યાએ દરોડા

0
36

  • CN24NEWS-05/02/2019
  • રાજ્યભરમાં આવકવેરા વિભાગે સપાટો બોલવતા મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન અંતર્ગત અમદાવાદ સહિત રાજ્યમાં 22 જગ્યા ઉપર દરોડા કરવામાં આવ્યા છે. 12 સ્થળો ઉપર સર્ચ અને 10 જગ્યાએ સર્વે કરવામાં આવ્યો.આ ઓપરેશનમાં ITના 80થી વધુ અધિકારીઓ જોડાયા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીધામ અને ખેડામાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. અમદાવાદના કુશલ ટ્રેડલિંક ઉપર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. જેમાં બેનામી વ્યવહારો અંગે તપાસ કરવામાં આવી રહી છે.

    તપાસના અંતે કરોડોના બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના હાલ સેવાઈ રહી છે. મહત્વનું છે કે, એક મહિના પહેલા પણ કુશલ એન્ટરપ્રાઇઝ પર દરોડા પડ્યા હતા. કુશલ કંપનીના માલિકો પ્રમોટર બદલીને નવી કંપની બનાવતા હતા.

    કુશલ એન્ટરપ્રાઇઝના વ્યવહારોને આધારે કુશલ ટ્રેડલિંક પર દરોડા કરવામાં આવ્યા હતા. આ કંપની અલગ અલગ સેક્ટરોમાં પોતાનું રોકાણ દર્શાવી રહી છે. કંપનીના માલિકો ખોટી કંપની બનાવી કરોડોના વ્યવહારો કરવામાં માહેર હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here