રાજ્યભરમાં હીટવેવઃ ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવે તેવી શક્યતા

0
46

શહેરમાં ગઇ કાલે ૪૩.૮ ડિગ્રી ગરમી પડતાં નાગરિકો તોબા પોકારી ઉઠ્યા હતા. ગઇ કાલે મે મહિનાની ગરમીનો સૌથી ગરમ દિવસ હતો. જ્યારે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. પરંતુ અમદાવાદીઓએ આ અઠવાડિયામાં સૂર્યનારાયણના હજુ આકરા તાપને સહેવાની તૈયારી રાખવી પડશે. કેમ કે ગરમીનો પારો છેક ૪૫ ડિગ્રીને વટાવે તેવી શક્યતા છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી હીટવેવના કારણે આકરી ગરમી પડી રહી છે સુરેન્દ્રનગરમાં ગઇ કાલે ૪૩.૯ ડિગ્રી સેલ્શિયસ ગરમી પડતાં તે રાજ્યનું સૌથી હોસ્ટેટ સિટી બન્યું હતું. હજુ ચોવીસ કલાક સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અમરેલીમાં હીટવેવ રહેશે.

જ્યારે અમદાવાદ ગરમીનો પારો વધુને વધુ ઊંચકાઇને આ અઠવાડિયામાં ૪૬ ડિગ્રી સુધી પહોંચશે તેવી ગૂગલ વેધરની આગાહી છે. આજે સવારથી લોકોએ ગરમી અનુભવી હતી. આજે સવારે શહેરમાં ર૮.૬ ડિગ્રી સેલ્શિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતુ જે બપોરના સમયગાળામાં ૪૪ ડિગ્રી થાય તેવી શકયતા છે.

જો કે સ્થાનિક હવામાનવિભાગની કચેરી દ્વારા આ અઠવાડિયામાં શહેરમાં ગરમીનું પ્રમાણ ૪૪ ડિગ્રી રહે તેવી આગાહી કરાઇ છે. જોકે ગુગલ વેધર ગરમી ૪૬ ડિગ્રી સુધી પહોંચી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લાં દશ વર્ષમાં મે મહિનાની ગરમીનો રેકોર્ડ જોતાં તા.ર૦ મે, ર૦૧૬એ ૪૮ ડિગ્રી ગરમી નોંધાયો હતો. જ્યારે ગયા વર્ષે ર૦૧૮નો ગત તા.ર૮ મેએ ૪૪.૮ ડિગ્રી સેલ્શિયસ ગરમીનો રેકોર્ડ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here