રાજ્યમાં એક જ દિવસમાં સ્વાઈન ફ્લૂના 59 કેસ નોંધાયા, 3નાં મોત

0
21

ગાંધીનગરઃ રાજ્યમાં બુધવારે એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના વધુ 59 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 22, આણંદમાં 5, સુરતમાં 4, વડોદરામાં 3 અને ગાંધીનગર શહેર-જિલ્લામાં 2-2 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ત્રણ મોત થયાં છે.

આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે જાન્યુઆરી માસમાં જ સ્વાઇન ફ્લૂના કુલ 659 કેસ નોંધાયા છે. જે પૈકી 334ને સારવાર બાદ રજા અપાઈ છે. 298 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. બુધવારે થયેલા 3 મૃત્યુમાં વડોદરામાં ,2ે ભાવનગરમાં એક મૃત્યુ થયું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના 130 કેસ નોંધાયા છે.

શિયાળામાં લોકોમાં શ્વસનતંત્રની તકલીફ જેવી કે સિઝનલ ફ્લૂ, કફ, ખાંસી, શરદી અને ગળાના ઇન્ફેક્શનનાં કેસ વધે છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ, નાના બાળકો કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવાં લોકો લપેટમાં આવે છે. ડો. ભાવિન સોલંકી, હેલ્થ ઓફિસર, મ્યુ. કોર્પોરેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here