રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, લઘુતમ તાપમાનમાં 7 ડિગ્રીનો વધારો

0
25

અમદાવાદ : ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં ઠંડીનુ પ્રમાણ વધુ હોય છે.પરંતુ ગુજરાતમાં પવનની દિશા બદલાતા જ ઠંડીનુ પ્રમાણ ઘટ્યુ છે.અને હજી પણ આગામી બે દિવસ લઘુતમ તાપમાન યથાવત રહેશે.ડિસેમ્બર મહિના સામાન્ય રીતે ઉતર તરફના પવન ગુજરાત પર ફૂંકાતા હોય છે, અને જેના કારણે ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ ચાલુ શિયાળામાં પવનની દિશા બદલાતી રહે છે.અત્યારે પણ ગુજરાત ઉપર ઉતરપૂર્વ-પૂર્વના પવનો ફૂંકાયા છે. જેના કારણે ઠંડીનુ પ્રમાણ ઘટ્યુ છે.અને હજી પણ આગામી દિવસ પવનની દિશા યથાવત રહેશે.જેના કારણે લઘુતમ તાપમાન પણ યથાવત રહેશે.

પવનની દિશા બદલાતાની સાથે લઘુતમ તાપમાનમા 7 ડિગ્રીનો વધારો થયો છે.એટલે કે તમામ શહેરના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે.જેના કારણે ઠંડીનુ પ્રમાણ ઘટ્યુ છે.જોકે હવામાન વિભાગનુ અનુમાન છે કે ડિસેમ્બરના એન્ડમાં પવનની દિશા ફરી બદલાશે.અને ઠંડીનુ પ્રમાણ વધશે. રાજકોટ સૌથી ઠંડું

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રાજકોટ નોંધાયુ છે.રાજકોટ લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયુ છે.તો નલિયાનુ લઘુતમ તાપમાન 13.4 નોંધાયુ છે.ચાર દિવસ પહેલા નલિયાનુ લઘુતમ તાપમાન 6.2 ડિગ્રી નોંધાયુ હતુ.પરંતુ પવનની દિશા બદલાતા ઠંડીનુ જોર ઘટી ગયુ છે.તો અન્ય શહેરના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનુ લઘુતમ તાપમાન 17 ડિગ્રી,ડીસાનુ 15.4 ડિગ્રી,વડોદરાનુ 17 ડિગ્રી,સુરતનુ 19.5 ડિગ્રી,ભુજનુ લઘુતમ તાપમાન 14.6 ડિગ્રી,ગાંધીનગરનુ લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયુ છે.એટલે કે તમામ શહેરનુ લઘુતમ તાપમાન 13 થી 20 ડિગ્રીની વચ્ચે નોંધાયુ છે.તાપમાન વઘતા ઠંડીનુ પ્રમાણ ઘટ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here