Sunday, October 24, 2021
Homeરાજ્યમા વધુ એક વખત મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ, સ્વર્ણિમ સંકુલ 2માં બે...
Array

રાજ્યમા વધુ એક વખત મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ, સ્વર્ણિમ સંકુલ 2માં બે પ્રધાનો માટે ચેમ્બર સાફ કરાઈ

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમા વધુ એક વખત મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓએ વેગ પકડ્યુ છે. આવી ચર્ચાઓને સમર્થન એટલા માટે પણ મળી રહ્યું છે સ્વર્ણિમ સંકૂલ 2માં બે પ્રધાનો માટે ચેમ્બરની સાફ સફાઈ કરાઈ રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપના વધુ એક ધારાસભ્યને પ્રધાનપદ મળી શકે છે જ્યારે કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. સુત્રોના મતે કોંગ્રેસમાંથી ભાજપમા જોડાનાર ધારસભ્યને સીધુ જ પ્રધાનપદ મળે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકીય પંડિતોના મતે ભાજપ સરકાર ચૂંટણી પહેલા જ્ઞાતિગત સમીકરણોને આધારે ધારાસભ્યોને પ્રધાનપદ ફાળવે તેવી સંભાવના છે.

જોકે, કોંગ્રેસના નેતાઓ આ બાબતને માત્ર અફવા ગણાવી રહ્યાં છે. આ અંગે અલ્પેશ ઠાકોરે પણ આ બાબતો પાયાવિહોણી હોવાનું જણાવીને આવતીકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસાઓ કરવાનું જણાવ્યું છે. હવે કાલે જ આ અંગે સ્પષ્ટ વિગતો બહાર આવી શકે છે.

પક્ષપલ્ટાની શક્યતા

ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટાની મોસમ ખિલવાના એંધાણ વર્તાય રહ્યા છે. ચર્ચા છે કે ઠાકોર સમાજના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. આ સાથે જ કોંગ્રેસમાંથી ભાજપના બેડામાં બીજા બે ધારાસભ્યો કેસરીયો ખેસ ધારણ કરવાના હોવાની શક્યતા સેવાઈ રહી છે. જેમાં એક છે ભરત ઠાકોર અને બીજા છે ધવલ ઝાલા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધવલ ઝાલા ટુંક સમયમાં સાબરકાંઠાની સીટ પરથી ભાજપ ચૂંટણી લડાવી શકે છે. તો બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે, અલ્પેશને કેબિનેટનું પદ આપતા સંસદીય સચિવ બનાવી શકાય છે.

ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટો થવાની શક્યતા સેવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ ઠાકોર પક્ષપલ્ટો કરી રહ્યા હોવાની વાતો વાયુવેગે ફેલાઈ છે. ખૂદ અલ્પેશ આ પહેલા આવી વાતો પર ઠંડુ પાણી રેડી ચૂક્યા છે. પોતાના નિવેદનોમાં પણ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાની વાતો કહે છે, પણ હવે જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક નજીકમાં છે ત્યારે અલ્પેશ ઠાકોર પક્ષપલ્ટો કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સુત્રો તરફથી માહિતી મળી રહી છે કે ભાજપ તરફથી અલ્પેશ જોડાય આ માટે કોઈ પ્રકારનો સંપર્ક કરવામાં આવ્યો નથી, પણ હવે અલ્પેશ જો તૈયારી બતાવશે તો ભાજપ બે હાથે અલ્પેશને ભાજપમાં સમાવવા માટે અને તેને વજનદાર પદ આપવા માટે પણ તૈયાર હોવાની માહિતી મળી રહી છે. આ વચ્ચે 8મી માર્ચે ચૂંટણીનું બ્યુંગલ ફુંકાય અને આચારસંહિતા લાગી શકે છે. અણીના સમયે જ અલ્પેશ ભાજપમાં જોડાય જાય તેવી વાતો પણ થઈ રહી છે. ગત્ત વખતે નારાજગી સમયે અલ્પેશને દિલ્હી હાઈકમાન્ડનું તેડુ આવ્યું હતું.

આવા સમયે અલ્પેશે પોતે ભાજપ સાથે નહીં જોડાય તેવી વાતો સ્પષ્ટ શબ્દોમાં ઉચ્ચારી દીધી હતી. તો બીજી તરફ અલ્પેશને આ પહેલા બિહારના સહ પ્રભારીનું પદ પણ મળેલું છે. એટલે કે કોંગ્રેસે અલ્પેશને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરેલા છે. ત્યારે જો અલ્પેશ ભાજપમાં જોડાય તો કોંગ્રેસને મોટો ફટકો પડવાની શક્યતા સેવવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર સેનામાં મોટું નામ છે. લોકસભા ચૂંટણી સમયે ઉત્તર ગુજરાતમાં વર્ચસ્વ ધરાવતા અલ્પેશ પાર્ટીને મતો આપાવી શકે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments