રાજ્યસભાની ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસમાં પડી શકે છે મોટું ગાબડું

0
17

રાજ્યસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યો પક્ષપલટો કરે તેવી ચર્ચાઓ વચ્ચે હવે કોંગ્રેસે તેમના ધારાસભ્યોને સીએમ રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલને ન મળવા અનુરોધ કર્યો છે અને પોતાના વિસ્તારના વિકાસના પ્રશ્નો બાબતે કોઇ પણ રજૂઆત લેખિતમાં કરવા કહેવાયું છે.

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ધારાસભ્ય ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી થઇ છે જેના પર ચૂંટણી યોજાશે અને બંને સીટો જીતવા જેટલા સભ્યો ભાજપ પાસે નથી જેને લઇ 19 ધારાસભ્યોને ભાજપમાં જોડવાની કવાયત તેજ છે. જેથી રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડી શકે તેમ છે.

તમને જણાવી દઇએ કે, અગાઉ 2017માં 14 કોંગ્રેસના ધારાસભ્યોએ ક્યાં તો કોંગ્રેસ છોડી હતી અથવા તો કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કર્યું હતું. ત્યારે હવે 2017નું પુનરાવર્તન થવાની ગુજરાત કોંગ્રેસને ચિંતા સતાવી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here