Tuesday, October 26, 2021
Homeરાજ્યસભાનું શિયાળુ સત્ર એક દિવસ માટે આગળ વધારતા વિપક્ષ વિરોધમાં
Array

રાજ્યસભાનું શિયાળુ સત્ર એક દિવસ માટે આગળ વધારતા વિપક્ષ વિરોધમાં

તો કેન્દ્ર સરકાર દ્વારા રાજયસભાના શિયાળુ સત્રમાં એક દિવસ વધારવાના નિર્ણય સામે વિરોધી પાર્ટીઓએ પ્રદર્શન કર્યુ. વિપક્ષનો આરોપ છે કે સત્રનો એક દિવસ વધારવાનો નિર્ણય એકપક્ષીય છે. સંસદના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે રાજ્યસભાના આસન પરથી સત્રનો કાર્યકાળ વધારવાની જાહેરાત ન થઇ હોય. જ્યારે રાજ્યસભામાં મંગળવારે ઉપસભાપતિ હરિવંશે ગૃહની કામગીરીને બુધવાર સુધી સ્થગીત કરવાનું એલાન કર્યું તો વિપક્ષી દળોના સભ્યો 20 મિનિટ સુધી ગૃહમાં જ બેઠા રહ્યા. જે બાદ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની આગેવાનીમાં સંસદ પરિસરમાં વિપક્ષના સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યુ. જેમાં કોંગ્રેસ ઉપરાંત, સપા, બસપા, એનસીપી, ટીએમસી, ડીએમકે, સીપીએમ અને સીપીઆઇના સભ્યો સામેલ હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments