રાજ્યસભામાં સવર્ણ અનામત ખરડો રજૂ, કોંગ્રેસના ભારે વિરોધને કારણે ગૃહની કાર્યવાહી ફરી સ્થગિત

0
27

નવી દિલ્હી: નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાનો ખરડો બુધવારે રાજ્યસભામાં રજૂ કરાયો. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે આ બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ બિલ વિશે બપોરે 2 વાગે ચર્ચા શરૂ થશે. જોકે રાજ્યસભામાં આ બિલ રજૂ થાય તે પહેલાં જ વિપક્ષ દ્વારા સત્ર વધારવાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

12 વાગે ગૃહની શરૂઆત થતાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે રાજ્યસભામાં સવર્ણ અનામત બિલ રજૂ કર્યું હતું.

વિપક્ષના હોબાળા પછી ગૃહ 11.35 વાગે 25 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

રાજ્યસભાના નેતા અરુણજેટલીએ કહ્યું હતું કે, દેશ ઈચ્છે છે કે સંસદ ચાલે. એક મહત્વનો બિલ પસાર કરવા ગૃહનો એક દિવસ વધારવામાં આવ્યો છે. તો વિપક્ષે સરકારનો સાથ આપીને આ કામકાજ પૂરુ કરવામાં મદદ કરવી જોઈએ. રાજ્યસભાના અન્ય દિવસોમાં તો હોબાળાના કારણે કોઈ કામ થઈ શક્યું નથી પરંતુ જ્યારે હવે એક દિવસ વધારવામાં આવ્યો છે ત્યારે ગૃહમાં કામ થવું જોઈએ.

કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યું કે, સરકાર તરફથી અડધી રાતે આદેશ જાહેર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે,સરકાર પાસે બિલ લાવવાનો અધિકાર છે પરંતુ ગૃહ નિયમોથી ચાલે છે. સહમતી વગર સત્રનો એક દિવસ વધારી દેવામાં આવ્યું છે. બિઝનેઝ એડ્વાઈઝરીમાં પણ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગૃહ ન ચાલવા માટે પણ સરકાર જ જવાબદાર છે. સરકારે વિપક્ષ સાથે વાત કરવી જોઈએ. સરકારનું કામ છે કે, તેઓ વિપક્ષના મુદ્દા સાંભળે અને ગૃહ ચલાવવાનું કામ તેમનું છે. શર્માએ કહ્યું કે, પૂર્વોતર આજે સળગી રહ્યું છે. જ્યાં સુધી રાજનાથ સિંહ આ વિશે કોઈ જવાબ નહીં આપે ત્યાં સુધી સદનમાં કોઈ બિલ પાસ નહીં થવા દઈએ

જોકે લોકસભામાં ભાજપ પાસે પૂરતુ સંખ્યાબળ હોવાથી આ બિલ સરળતાથી પસાર થઈ ગયું હતું. બિલના પક્ષમાં 323 અને વિરોધમાં 3 વોટ પડ્યા હતા. ચર્ચા દરમિયાન કોંગ્રેસ-સપા-બસપાએ સમર્થનની વાત કરી હતી. જોકે વિપક્ષી પાર્ટીઓએ લોકસભા ચૂંટણી નજીક છે અને ત્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું હોવાથી સરકારના ઈરાદા સામે સવાલ ઉભા કર્યા હતા. જો રાજ્યસભામાં પણ આ પાર્ટીઓ સમર્થન આપશે તો મોદી સરકાર માટે આ બિલ પાસ કરવું સરળ બની જશે.

રાજ્યસભામાં સાંસદોની હાલની સંખ્યા 244 છે. બિલ પસાર કરવા માટે બે તૃતિયાંશ સાંસદો એટલે કે 163 વોટની જરૂર હોય છે. ભાજપ 73 સહિત એનડીએ પાસે 88 સાંસદ છે. કોંગ્રેસના 50, સપાના 13, બસપાના 5, એનસીપીના 4, આપના 3 સભ્યોનું બિલને સમર્થન છે. તેમની સંખ્યા 74 થાય છે. આ રીતે એનડીએ અને બિલને સમર્થન કરતાં વિપક્ષી સાંસદોની કુલ સંખ્યા 162 થાય છે. 13-13 સાંસદો વાળી તૃણમૂલ, અન્નાદ્રુમક અથવા બીજેડીના 9, ટીડીપીના 6 અને ટીઆરએસના 6માંથી કોઈ એકના સમર્થન કરવાથી પણ આ બિલ રાજ્યસભામાં પસાર કરી શકાશે.

રાજ્યસભામાં હાલ સાંસદોની સંખ્યા 244
બિલ પસાર કરવા માટે જરૂરી વોટ 163
એનડીએ 88+ કોંગ્રેસ અને અન્ય પક્ષના 74= 162

NDAના સભ્યો

ભાજપ 73
જેડીયુ 6
શિવસેના 3
અકાળી 3
આરપીઆઈ 1
બોડોલેન્ડ ફ્રન્ટ 1
એસડીએફ 1
કુલ 88

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here