- Advertisement -
કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી પૂર્વે માઉન્ટ આબુ લઈ જવામાં આવનાર છે. જ્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આડકતરી રીતે કોંગ્રેસને આડેહાથ લેતાં ટોણો માર્યો છે.ધારાસભ્ય ધવલસિંહે જણાવ્યું કે, માઉન્ટ આબુ શા માટે જાણીતું છે તે સૌકોઈ જાણે છે અને શિબીર જ કરવી હોય તો કોઈ ધાર્મિક સ્થળે કરો. આમ આડકતરી રીતે ધવલસિંહે આબુમાં દારૂબંધી નથી એટલે લોકો ત્યાં જાય છે તેવી વાત કરી હતી. ધવલસિંહે કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું કે, અમને હજુ સુધી વ્હીપ મળ્યો નથી. અમને મત આપવાનો અધિકાર છે. પણ પાર્ટી દ્વારા હજુ સુધી અમને વ્હીપ આપવામાં આવ્યો નથી. સાથે જ માઉન્ટ આબુ કેટલાક ધારાસભ્યો નહીં જાય તેમ પણ જણાવ્યું હતું.