Thursday, April 25, 2024
Homeરાજ્યસભા પ્રશ્નોત્તરી : સમગ્ર દેશમાં રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશનમાં ગુજરાત નંબર વન
Array

રાજ્યસભા પ્રશ્નોત્તરી : સમગ્ર દેશમાં રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશનમાં ગુજરાત નંબર વન

- Advertisement -

અમદાવાદ/ નવી દિલ્હી: રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રાલય રાજ્યમંત્રી આર. કે. સિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે રૂફટોપ સોલાર પ્રોજેક્ટ સ્થાપનની બાબતે દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. જુલાઈ 23, 2019ની સ્થિતિએ ગુજરાતની કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કેપેસિટી 261.97 મેગા વોટ (મેગાવોટ)ની હતી. ભારતમાં કુલ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન 1,700.54 મેગાવોટ જેટલું છે. ગુજરાત પછી અનુક્રમે મહારાષ્ટ્ર 198.52 મેગાવોટ સાથે બીજા ક્રમાંકે અને તમિલનાડુ 151.62 મેગાવોટ સાથે ત્રીજા ક્રમાંકે આવે છે.

પ્રત્યેક મેગાવોટ દીઠ 1.5 મિલિયન યુનિટ પેદા થાય છે
ગુજરાતમાં થયેલા 261.97 મેગાવોટના ઈન્સ્ટોલેશનમાંથી 183.51 મેગાવોટ સબસીડીયુક્ત ઈન્સ્ટોલેશન્સ છે અને 78.45 મેગાવોટ સબસીડીરહિત ઇન્સ્ટોલેશન્સ છે. આર.કે.સિંહે જણાવ્યું કે ઘરની છત પર સ્થાપિત સોલાર પેનલ દ્વારા પેદા થતી ઉર્જાના જથ્થાના મૂલ્યાંકન માટે કોઈ ઔપચારિક અભ્યાસ કરવામાં આવ્યો નથી, પણ સરેરાશ દર વર્ષે સોલાર રૂફટોપ પ્લાન્ટમાંથી પ્રત્યેક મેગાવોટ દીઠ 1.5 મિલિયન યુનિટ પેદા થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular